સાયબર સુરક્ષિત ભારત અંતર્ગત સીઆઇએસઓ ડીપ ડાઇવ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય)ની ‘સાયબર સુરક્ષિત ભારત’ પહેલની પરિકલ્પના સાયબર-અપરાધ વિશે જાગૃતિ ફેલાવવા અને તમામ સરકારી વિભાગોમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારીઓ (સીઆઇએસઓ) અને ફ્રન્ટલાઇન આઇટી અધિકારીઓની ક્ષમતાઓનું નિર્માણ કરવાના મિશન સાથે કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સાયબર ક્રાઇમના વધતા જતા દૂષણને નાથવા માટે પર્યાપ્ત સલામતી પગલાં સુનિશ્ચિત કરવાનો હતો અને સંસ્થાઓને તેમના […]