ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનામાં 274 ટકાનો વધારો, લોકોને જાગૃત બનાવવા જરૂરીઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતના નાગરિકોને સાઈબર સુરક્ષામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે, ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશ્યલ મીડિયા, સેક્સક્યુઅલ હેરેસમેન્ટ ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુજરાત 1536 ગુન્હાઓ સાથે દેશમાં 8માં ક્રમાંકે છે. ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં 274 ટકાનો વધારો નોધાયો છે. વર્ષ 2019માં 784 જેટલા ડીઝીટલ ક્રાઈમના બનાવો નોંધાયા હતા. […]