1. Home
  2. Tag "Cyclone Biporjoy"

બિપોરજોય વાવાઝોડાને કારણે જીપીએસસીની 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ,

અમદાવાદઃ બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. 19, 21 અને 23 જૂનનાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) મોકૂફ રાખવામાં આવેલ છે. જ્યારે તા. 21 અને 23 જૂનનાં રોજ યોજાનાર પેપર 3, 4 અને 5 ની પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં […]

ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધતું બિપોરજોય વાવાઝોડું, 150 kmphની ઝડપે ટકરાશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ઝડપી પવન સાથે આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના કહેવા મુજબ, આ સ્પીડ વધી શકે છે. વાવાઝોડું આજે બુધવારે પોરબંદરથી 315 કિલોમીટર, દ્વારકાથી 290, જખૌ પોર્ટથી 260 કિલોમીટર અને નલિયાથી 300 […]

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાંથી મંગળવાર સાંજ સુધીમાં 37 હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

ગાંધીનગરઃ ગુજરાત પર તોળાઇ રહેલા બિપોર જોય વાવાઝોડાથી કેઝુઆલિટી અને નુકશાનને ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલ લોકોના સ્થળાંતર પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રભાવિત આઠ જિલ્લાઓમાં મંગળવારે સાંજ સુધીમાં કુલ 37 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે, એવું રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ […]

ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદીએ કરી સમીક્ષા બેઠક,ગૃહમંત્રી સહિત પીએમઓના અધિકારીઓ રહ્યા હાજર

ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદીએ કરી સમીક્ષા બેઠક ગૃહમંત્રી સહિત પીએમઓના અધિકારીઓ રહ્યા હાજર 15મી જૂને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ચક્રવાત બિપરજોય સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ચક્રવાત ગુરુવારે ગુજરાતના કચ્છ વિસ્તારમાં દસ્તક આપી શકે છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, વડા પ્રધાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code