ગુજરાતમાં વાવાઝોડામાં સ્થળાંતરિત લોકોને સરકાર તરફથી પાંચ દિવસ કેશડોલ ચુકવાશે
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં એકલાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. વાવાઝોડા સમી જતાં જ સરકારે રાહતની કામગીરી હાથ ધરી છે. દરમિયાન રાજ્ય સરકાર વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ આઠ હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવશે. જેમાં સરકાર પુખ્ત વયના લોકોને પાંચ દિવસના 500 રૂપિયા અને બાળકોને 300 રૂપિયા […]