1. Home
  2. Tag "dahegam"

દહેગામમાં કમળાનો વાવર, આરોગ્ય વિભાગે ઘેર ઘેર સર્વે હાથ ધર્યો

રોજબરોજ કમળાના દર્દીઓમાં વધારો થાય છે, અસરગ્રસ્ત વિસ્તારમાં 15 ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી, જુદા જુદા વિસ્તારોમાંથી પાણીના નમુના લઈ પરીક્ષણ માટે મોકલાયા ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી કમળાના રોગચાળાએ માથુ ઉચકતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. શહેરના પાલૈયાવાસ, લુહારચકલા, વાંટાવાડ, બારોટવાડા, ખારાકુવાનો ખાંચો, લવાડીયા ફળી, હોળી ચકલા જેવા વિસ્તારો ઉપરાંત શહેરના છુટા […]

દહેગામમાં વરસાદના આગમન પહેલા રાવણને રેઈનકોટ પહેરાવવો પડ્યો

નવરાત્રીમાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરી, દહેગામમાં રાવણ દહન માટે 40 ફુટ ઊંચુ પુતળુ બનાવ્યું, રાવણ ભીજાઈ ન જાય એ માટે પેઈનકોટ પહેરાવાયો ગાંધીનગરઃ ગુજરાતમાં નવરાત્રીના પર્વના ટાણે જ ઘણાબધા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણને લીધે નવરાત્રીના રાસ-ગરબાના આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. કાલે દશેરાનું પર્વ હોવાથી દહેગામમાં રાવણના […]

મેશ્વો નદીમાં ડુબી જવાથી 8ના મોત, PM મોદીએ કરી આર્થિક સહાયની જાહેરાત

અમદાવાદઃ દહેગામમાં વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેકડેમમાં 10 જેટલાં લોકો ન્હાવા કૂદ્યા હતા અને આ દરમિયાન જ ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કરીને […]

દહેગામમાં સરકારી ઈમારત પર જૂની પેન્શન યોજનાના સમર્થનમાં પોસ્ટરો લાગ્યાં

ગાંધીનગરઃ રાજ્ય સરકારના 2005 પછી નિયુક્ત થયેલા કર્મચારીઓમાં હજુ પણ જુની પેન્શન યોજના લાગુ ન કરવાને મુદ્દે સરકાર સામે અસંતોષ છે. ત્યારે જૂની પેન્શન યોજના અને ફિક્સ પે મુદ્દે લડત ચલાવતાં સંગઠનો દ્વારા દહેગામની મામલતદાર કચેરીએ સરકાર વિરૂદ્ધ પોસ્ટર ચોંટાડ્યાં હતાં. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નામે લાગેલાં પોસ્ટર્સ દહેગામ […]

દહેગામના સોલંકીપુરામાં રિક્ષા ઉપર પીપળાનું ઝાડ તૂટી પડતા રિક્ષામાં બેઠેલા યુવતી સહિત ત્રણનાં મોત

દહેગામઃ ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના સોલંકીપુરા ગામ નજીક રિક્ષા પર ઝાડ તૂટી પડતા  રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ […]

દહેગામના ઔષધવનમાં તસ્કરોનો તરખાટઃ ચંદનના 6 વૃક્ષની ચોરી

અમદાવાદઃ દહેગામના નાંદોલ ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં આવેલા ઔષધવનમાંથી રાત્રીના અંધકારમાં પુષ્પા સ્ટાઈલમાં તસ્કરો આરામથી ચંદનના છ વૃક્ષો કાપીને વાહનમાં ભરીને નાસી ગયાની ઘટના પ્રકાશમાં આવતા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ પોલીસ દોડતી થઇ ગઈ હતી. તસ્કરો લાખો રૂપિયાની કિંમતના ચંદનના છ વૃક્ષો ચોરીને નાસી જતાં અંદરના કોઈ માણસની સંડોવણી હોવાની શક્યતા વર્તાઈ રહી છે. […]

દહેગામ નજીક બહિયલ-કનીપુર રોડ પર આઈસર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે શ્રમિકોના મોત

દહેગામઃ રાજ્ય અને રાષ્ટ્રીય ઘોરી માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. દહેગામ નજીક  બહીયલ-કનીપુર રોડ ઉપર આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી બાઇકને ટક્કર મારતાં બે શ્રમિકોના કરૂણ મોત નિપજતાં દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતના બનાવની  એવી વિગતો જાણવા મળી છે કે, […]

દહેગામ નજીક ઝાક GIDCમાં લાકડાંના ગોડાઉનમાં આગ, ફર્નિચર, સહિતનો માલસામાન બળીને ખાક

અમદાવાદઃ દહેગામ નજીક આવેલી ઝાક GIDCમાં લાકડાંના એક ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા  ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રીગેડની 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. લાકડાંનું ગોડાઉન હોવાથી દરવાજા સહિતનો માલસામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. બે લાખ લિટર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં […]

દહેગામ APMC માર્કેટમાં બાજરીના યોગ્ય ભાવ ન મળતા ખેડુતોએ હોબાળો મચાવી હરાજી બંધ કરાવી

ગાંધીનગરઃ કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યભરની એપીએમસી માર્કેટ્સ બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા માર્કેટ યાર્ડ ફરી ધમધમવા લાગ્યા છે.  જેમાં દહેગામના એપીએમસી માર્કેટમાં પણ રાબેતા મુજબ કામકાજ થવા લાગ્યું છે અને ખરીદી શરૂ થતાં ખેડૂતોને રાહત થઇ છે. પણ દહેગામ એપીએમસી માર્કેટમાં બાજરીની ખરીદી મુદ્દે હોબાળો થયો હતો.  જેમાં ભાવ ઓછો મળતા […]

વાવાઝોડાને કારણે દહેગામના 86 ગામોના કૃષિપાકને સૌથી વધુ નુકશાનઃ સર્વેમાં બહાર આવેલી હકિક્ત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ઉત્તર ગુજરાતમાં પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાથી દહેગામ તાલુકાના 86 ગામડાઓમાં પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં સર્વેમાં ગાંધીનગર જિલ્લામાં 33 ટકા નુકસાની થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તાઉ-તે વાવાઝોડાના કારણે ગાંધીનગર જિલ્લામાં પડેલા કમોસમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code