યાત્રાધામ ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, સપ્તરંગોથી રણછોડને ભીંજવ્યા
નડિયાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. વહેલી સવારે 05:15 વાગ્યે મંગળા આરતીમાં આશરે 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી ભક્તો ઉપર કેસુડાના પાનનો છંટકાવ કરાયો હતો. સપ્ત રંગોથી રાજા રણછોડને ભક્તો ભીંજવ્યા હતા. ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે ભક્તોનું […]