રાજકોટમાં આજી નદીના કાંઠે દશામાની રઝળતી મૂર્તિઓ, વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ
રાજકોટઃ શહેરમાં દશામાનો ઉત્સવ બાદ ભાવિકોએ સ્થાપન કરેલી મૂર્તિઓનું આજી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા ભાવિકોએ નદી કાંઠે વિસર્જન બાદ મૂર્તિઓને રઝળતી મુકી દેતા ફરીવાર નદીમાં મૂર્તિઓ પધરાવીને યોગ્ય રીતે વિસર્જન કરવાની માગ ઊઠી છે. દરમિયાન બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરાયું હતુ. રાજકોટ શહેરમાં આસ્થાભેર દસ દિવસ સુધી ઘરમાં સ્થાપન […]