ધો. 3 થી 12ના શિક્ષકોને તમામ પરીક્ષાનું ડેટા એન્ટ્રીનું કામ સોંપાતા શિક્ષણ કાર્યને પડી અસર
અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 3 થી 12 માં તમામ કસોટીઓની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની શિક્ષકોને ફરજ પાડતા વિરોધ ઊઠ્યો છે. શિક્ષકો ડેટા એન્ટ્રીના કામમાં જોતરાતા વર્ગખંડ માટે સમય ફાળવી શકતા નથી. શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીઓને મળી આ અંગે રજૂઆત કરાયા બાદ રાજ્યના તમામ શિક્ષકો પ્રબુદ્ધ નાગરિકો શિક્ષણવિદોના અભિપ્રાય મેળવવા એક લિંક શેર કરવામાં આવી છે. […]