1. Home
  2. Tag "death sentence"

સાઉદી અરેબિયામાં પાકિસ્તાની સહિત સાત શખ્સોને ફાંસીની સજા અપાઈ

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં સાત લોકોને મોતની સજા આપવામાં આવી છે. આ સાત લોકોમાંથી પાંચને ડ્રગ્સની હેરાફેરી માટે સજા થઈ છે. જ્યારે અન્ય બે લોકોને અન્ય કેસમાં ફાંસીની સજા આપવામાં આવી છે. સાઉદી પ્રેસ એજન્સી (SPA)એ જણાવ્યું કે, મૃત્યુદંડની સજા પામેલાઓમાં એક પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થાય છે. તેમજ બે સાઉદી નાગરિકો પણ સામેલ છે, […]

પાકિસ્તાનમાં વાંધાજનક ધાર્મિક ટિપ્પણી મામલે ચાર આરોપીઓને ફાંસીની સજા ફરમાવાઈ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ઈસ્લામ અને કુરાન અંગે સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી કરવા મામલામાં ચાર આરોપીઓને રાવલપીંડિની અદાલતે કસુરવાર ઠરવાઈને ચારેય આરોપીઓને ફાંસની સજાનો આદેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં ઈસ્લામ અને કુરાન અંગે વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. આ અંગે ગયા વર્ષે એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી. જેથી આ અંગે […]

લિબિયાની કોર્ટે ISના 23 આતંકવાદીઓને મોતની સજાનો આદેશ

અદાલતે 14 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી આતંકવાદી જૂથ આઈએસ લિબિયા સહિત અન્ય દેશોમાં સક્રિય 2016ના અંતમાં આતંરરાષ્ટ્રીય ગઠબંધન દળોએ કરી હતી ધરપકડ નવી દિલ્હીઃ લિબિયાના મિસરાતાની એક અદાલતે રશિયામાં પ્રતિબંધિત આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના 23 આતંકવાદીઓને મૃત્યુદંડ અને અન્ય 14ને આજીવન કેદની સજા ફરમાવી છે. રિપોર્ટ અનુસાર, કેટલાક આરોપીઓ સીરિયા, ટ્યુનિશિયા અને સુદાનથી […]

ગુજરાતની અદાલતોમાં આઠ જ મહિનામાં 11 કેસમાં 50 અપરાધીને ફાંસીની સજાના ચૂકાદા અપાયા

અમદાવાદઃ ગુજરાતની વિવિધ અદાલતોમાં ગંભીર ગણાતા કેસમાં  મૃત્યુ દંડની સજા ફટકારતાં ચૂકાદાઓમાં વૃધ્ધિ થઇ છે. છેલ્લા 8 મહિનામાં 11 કેસમાં 50 વ્યક્તિઓને ફાંસીની સજા ફટકારતા ચૂકાદા આપવામાં આવ્યા છે. 1960માં ગુજરાતની સ્થાપના બાદ એક જ વર્ષમાં ફાંસીના આ સૌથી ચૂકાદા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં અદાલતો દ્વારા ન્યાયિક અને […]

આતંકવાદનો ચહેરો ગણાતા કસાબને આજથી 12 વર્ષ પહેલા કોર્ટે ફરમાવી હતી મોતની સજા

નવી દિલ્હીઃ દેશની જનતા 26મી નવેમ્બર 2008ના દિવસે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને ક્યારેય ભૂલશે નહીં. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મુંબઈ આવેલા 10 આતંકવાદીઓએ તબાહી મચાવી હતી. સુરક્ષા એજન્સીઓ 9 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. જ્યારે કસાબને જીવતો ઝડપી લીધો હતો. તેની તપાસમાં પાકિસ્તાનની સંડોવણીના ચોંકાવનારા ખુલાસા થયાં હતા. લશ્કર એ તૈયબાના આતંકવાદીઓએ કરેલા હુમલામાં અનેક નિર્દોશ લોકોના […]

અપહરણ, ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણ નરાધમોને કપડવંજ કોર્ટે ફાંસીની સજા ફટકારી

કપડવંજઃ  ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામે અપહરણ,ગેંગરેપ અને હત્યાના બનાવમાં ત્રણ આરોપીને કપડવંજની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. નિરમાલીમાં વર્ષ 2018માં નોંધાયેલા સામુહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આરોપીઓએ પરિણીતાનું અપહરણ કર્યા બાદ સામુહિક દુષ્કર્મ ગુજારી હત્યા કરી નાખી હતી. આ મામલો કપજવંજ કોર્ટમાં ચાલી જતા […]

રાજસ્થાનઃ 4 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરનારા હત્યારાને કોર્ટે ફરમાવી ફાંસીની સજા

નવી દિલ્હીઃ જયપુરમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં પોક્સો કોર્ટના જયપુર જિલ્લા ન્યાયાધીશ સંદીપ શર્માએ આરોપી સુરેશને ફાંસીની સજા સંભળાવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રથમ વખત આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જયપુર જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ ફાંસીનો આ પહેલો કેસ છે. માસૂમ પર બળાત્કાર ગુજાર્યા બાદ આરોપીએ તેણીને તળાવમાં ડુબાડીને મારી નાખી […]

પાકિસ્તાનમાં ઈશ નિંદા કેસમાં સ્કૂલની મહિલા પ્રિન્સિપાલને મોતની સજા

દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈશ નિંદા કરવાના આરોપસર એક મહિલાને મોતની સજા સંભલાવવામાં આવ છે. મહિલા ઉપર આરોપ હતો કે, તેણે વર્ષ 2013માં મહંમદ સાહેબને ઈસ્લામના પૈગ્મબર માનવાનો ઈન્કાર કર્યો હતો અને પોતાની જાતને પૈગ્મબર કહ્યું હતું. જે બાદ લાહોર પોલીસે તેની ઉપર ઈશ નિંદાનો કેસ દાખલ કર્યો હતો. લાહોરની નિશ્તર કોલોનીમાં રહેતી મહિલા સલમા તનવીર એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code