1. Home
  2. Tag "Delhi-NCR"

દિલ્હી-NCRમાં પ્રદુષણને પગલે સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને આપી વર્ચુઅલ કામ કરવા આપી સૂચના

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને જ્યાં પણ શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ રીતે કામ કરવાની સલાહ આપી છે. વકીલો અને કેસ સાથે જોડાયેલા લોકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવા દેવા જોઈએ. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ માહિતી ત્યારે આપી જ્યારે કેટલાક વરિષ્ઠ વકીલોએ તેમનો સંપર્ક કરીને તમામ કોર્ટમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન મોડમાં કામ કરવા […]

દિલ્હી-એનસીઆરઃ હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીએ પહોંચી

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર આજે સવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 328 નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી શનિવાર સુધી હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં રહેવાની સંભાવના છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફટાકડા અને સ્ટબલના આગમાંથી વધારાના ઉત્સર્જનને […]

દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ મામલે સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા પર નજર રાખતા કેન્દ્ર સરકારના પેનલ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ ફ્લાઈંગ સ્ક્વોડને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “29 ઓગસ્ટના રોજ CAQM (એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન) ની બેઠક યોજાઈ હતી. તેમાં પરાલી સળગાવવા પર કોઈ ચર્ચા થઈ ન […]

‘આપ’ના નેતા સંજ્યસિંહ દિલ્હી-એનસીઆર છોડીને બહાર જઈ શકશે નહીં

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં સંજ્ય સિંહને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યાં છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાંથી જામીન અરજીનો આદેશ રાઉજ એવન્યુ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટએ સુનાવણી બાદ જામીનની શરતોનો નિર્દેશ કર્યો હતો. રાઉજ એવન્યુ કોર્ટએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજ્ય સિંહને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સંજય સિંહ […]

દિલ્હી-એનસીઆર અને મુંબઈની મહિલાઓ જૂની ગાડીઓ ખરીદવામાં સૌથી આગળ

સેકેંન્ડ હેન્ડ ગાડી ખરીદવામાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. પ્રી-ઓન્ડ કારો માટેના પ્લેટફોર્મે આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ ચાલું વર્ષ24 ના ચોથા ક્વાર્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જે મહિલા ખરીદદારોની સંખ્યામાં વધારો દર્શાવે છે. કંપનીના રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય સ્તરે 46 ટકા મહિલાઓએ જૂની કાર પસંદ કરી હતી. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં આ આંકડો […]

કેન્સરની નકલી દવા બનાવવાના રેકેટનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં નકલી દવાના કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચે નકલી દવા બનાવીને સપ્લાય કરનારી આંતરરાષ્ટ્રીય ટોળકીને ઝડપી લીધી હતી. પોલીસે સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દિલ્હીની જાણીતી કેન્સર હોસ્પિટલના બે કર્મચારીઓને પણ પકડી લેવામાં આવ્યાં છે. આરોપીઓ કેન્સરનું રૂ. 1.96 લાખની કિંમતના ઈન્જેક્શનમાં નકલી […]

દિલ્હી-NCRમાં હવામાન બદલાયું, અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRના ઘણા વિસ્તારોમાં આજે સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસની શરૂઆત હળવા વરસાદથી થઈ હતી. કેટલીક જગ્યાએ ભારે ઝાપટા પડ્યા હતા. દિલ્હીના અલીપુર, બુરારી રોહિણી, બદલી, મોડલ ટાઉન વગેરેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની […]

ઉત્તર ભારતઃ દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ

નવી દિલ્હીઃ પહાડો પર પડી રહેલા વરસાદ અને બરફની અસર આખરે રાષ્ટ્રીય રાજધાનીમાં જોવા મળી હતી. દિલ્હી-એનસીઆરમાં રાત્રે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે 21 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 ફેબ્રુઆરીએ પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં વરસાદ પડી શકે છે. પશ્ચિમી હિમાલય […]

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો આંચકો આવ્યો, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ઉપર નોંધ્યું કેન્દ્રબિંદુ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ધરા ધ્રુજતા લોકો ડરને માર્યા બાદ ઘરની બહાર દોડી ગયા હતા. ઓફિસમાં કામ કરનારા લોકો પોતાનું કામ છોડીને બિલ્ડીંગની બહાર દોડી ગયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ઉપર નોંધાયું […]

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસને પગલે હવાઈ અને રેલવે સેવા ખોરવાઈ, પ્રવાસીઓની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ગુરુવારે સવારે દિલ્હી એનસીઆરમાં ધુમ્મસ હતું. વધતી જતી ઠંડી અને ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ઉપર ટ્રાફિકની સાથે રેલ્વે અને હવાઈ સેવાને પણ અસર થઈ છે. ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. તેમજ દિલ્હી-એનસીઆરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code