1. Home
  2. Tag "delhi"

લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં AAPએ કોંગ્રેસને એક બેઠકની ઓફર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી ગઢબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ઈન્ડી સંગઠનમાં બેઠકો મામલે પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આરએલડી પછી આમ આદમી પાર્ટીએ પણ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને સીટ વહેંચણીને લઈને ઓફર આપી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને એક લોકસભા સીટ […]

ખેડૂતોની દિલ્હી તરફની કુચને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, અનેક સ્થળો ઉપર ટ્રાફિક જામ

નવી દિલ્હીઃ પંજાબના ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. સોમવારે ચંદીગઢમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. જે બાદ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. મંગળવારે ખેડૂતોના ટ્રેક્ટર અંબાલાની શંભુ બોર્ડર પર પહોંચવા લાગ્યા હતા. જોકે પોલીસે અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ભારે સુરક્ષા […]

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ સોમવારે મોડી રાત્રે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાત્રે 12.45 વાગ્યાના સુમારે અચાનક આંચકા આવતા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આ વર્ષનો આ બીજો ભૂકંપ છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 […]

દિલ્હીમાં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની ઝાંખી “ઘોરડો” રજુ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત ઝાંખીનું તા. 26 જાન્યુઆરી, 2024ના રોજ નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે. […]

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત રહેશે

નવી દિલ્હીઃ ‘વિકસીત ભારત’ અને ‘ભારત – લોકતંત્ર કી માતૃકા’ થીમ સાથે, 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે. શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેએ જણાવ્યું હતું કે, પરેડનો મુખ્ય હિસ્સો મહિલાઓ માર્ચિંગ ટુકડીઓ બનાવશે. તેમણે કહ્યું કે, મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને સંગઠનોની […]

દિલ્હીના અનેક વિસ્તારમાં વિઝીબીલીટી શૂન્ય થઈ

નવી દિલ્હી: દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે, છેલ્લા ચાર દિવસથી લધુત્તમ તાપમાન 4 ડિગ્રીથી ઓછો નોંધાઈ રહ્યો છે તેમજ લગાતાર રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે દિલ્હી બરફ વિનાની શિમલા-મનાલી બનેલી હોય તેવું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ દિલ્હીમાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તેમજ કેટલીક જગ્યાએ […]

હાથમાં ભગવો ધ્વજ લઈને પગપાળા અયોધ્યા પહોંચશે શબનમ ખાન, સપનામાં આવ્યા હતા પ્રભુ શ્રીરામ

બદાયૂં: માનવાધિકાર એક્ટિવિસ્ટ શબનમ ખાન પોતાના નિવેદનોને લઈને પહેલેથી જ ચર્ચામાં રહ્યા છે. હવે તેઓ દિલ્હીથી અયોધ્યાની પદયાત્રા પર છે. તેમનું કહેવું છે કે સપનામાં પ્રભુ રામ આવ્યા હતા, કહેવા લાગ્યા કે પગપાળા અયોધ્યા આવ. બસ બોરિયા-બિસ્તરા બાંધીને નીકળી પડી. હવે તો અયોધ્યા પહોંચીને જ ચેન મળશે. હાથમાં ભગવા ધ્વજ અને જીભ પર જય શ્રીરામનો […]

દિલ્હીમાં ગણતંત્ર દિવસની તડામાર તૈયારીઓ, ઈમરજન્સી પાર્સલ સુવિધા પર પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ સુરક્ષા વ્યવસ્થાના હેતુસર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હીમાં 23થી 26 જાન્યુઆરી સુધી તમામ પ્રકારની ઈમરજન્સી પાર્સલ સુવિધા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રો ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે. […]

AAPએ કર્યું સ્વાતિ માલીવાલનું પ્રમોશન, દિલ્હી મહિલા પંચના પ્રમુખ રાજ્યસભામાં જશે

નવી દિલ્હી: દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના ત્રણ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. માલીવાલને પહેલીવાર રાજ્યસભામાં મોકલવા માટે નામિત કરવામાં આવ્યા છે. સ્વાતિ માલીવાલ સિવાય સંજય સિંહ અને એન. ડી. ગુપ્તાને સતત બીજીવાર રાજ્યસભા મોકલવા માટે ઉમેદવાર બનાવાયા […]

દિલ્હીની ‘આપ’ સરકારની મુશ્કેલી વધી, દવા કૌભાંડમાં સીબીઆઈ તપાસના આદેશ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ ના લેતી હોય તેમ લાગી રહ્યું છે. દારૂ કૌભાંડમાં ઈડી દ્વારા સીએમ કેજરિવાલને સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા હતા, હવે ઈડી ધરપકડ કરશે તેવો સીએમ કેજરિવાલને ભય સતાવી રહ્યો છે ત્યારે હવે કેજરિવાલ સરકારની સામે દવા કૌભાંડના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code