1. Home
  2. Tag "delhi"

દિલ્હી ટ્રાફિક ઉલ્લંઘનની રાજધાની! રેડ સિગ્નલ જમ્પ કરતા વાહનોની સંખ્યા બમણી થઈ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના બનાવોમાં તીવ્ર વધારો થયો છે. દિલ્હી પોલીસે 1 જાન્યુઆરીથી 15 માર્ચ વચ્ચે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કેસોની સંખ્યાનો ડેટા જાહેર કર્યો છે. ડેટા અનુસાર, ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ જમ્પ જેવા ટ્રાફિક ઉલ્લંઘનમાં 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં 200 ટકાનો વધારો થયો છે. શહેરના મુખ્ય માર્ગો […]

દિલ્હી HCએ CM કેજરીવાલને ધરપકડથી રાહત આપવાનો કર્યો ઈન્કાર, કોર્ટે ઈડીની ફાઈલ જોઈ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સતત બીજા દિવસે હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. આ પહેલા જજોએ ચેમ્બરમાં મંગળવારે કેજરીવાલ વિરુદ્ધ પુરાવાઓની ફાઈલ […]

માત્ર ઈમામોને વેતન કેમ? PIL કોર્ટે કેજરીવાલ સરકારનો માંગ્યો જવાબ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હી વક્ફ બોર્ડને એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા નોટિસ જાહેર કરી છે. આ પીઆઈએલમાં સરકારી નાણાંથી ઈમામો અને મુઅજ્જિનોને વેતન આપવાની નીતિને પડકારવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 22 જુલાઈએ થશે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ પ્રમાણે, એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને […]

ઈંદ્રલોક બાદ દિલ્હીના વધુ એક ક્ષેત્રમાં તણાવ, પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીથી બગડયો માહોલ

નવી દિલ્હી: દિલ્હીના ઈંદ્રલોક વિસ્તારમાં નમાજીઓને લાત મારવાની ઘટનાને લઈને બબાલ થયા બાદ વધુ એ વિસ્તારમાં તણાવ પેદા થયો છે. પયગમ્બર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ માહોલ બગડયો છે. રાજધાની નવી દિલ્હીના ઝડૌદાના મિલન વિહારમાં તણાવને જોતા પોલીસ અને પેરામિલિટ્રીના જવાન તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ આરોપીની ધરપકડની કોશિશ કરી રહી છે. […]

શરણાર્થીઓ વિરોધ નિવેદન કરનાર કેજરિવાલની મુશ્કેલી વધી, CM હાઉસ બહાર દેખાવો

નવી દિલ્હીઃ CAAને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના નિવેદનના પગલે ભારતમાં આસરો લેનારા શરણાર્થીઓમાં રોષ ફેલાયો છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, સીએએથી કાયદો-વ્યવસ્થા ભાગી પડશે અને તે પછી ચોરી, લૂંટ અને દૂષ્કર્મ સહિતના ગંભીર બનાવોમાં વધારો થશે. સીએમ કેજરિવારના આ નિવેદનને પગલે તેમના નિવાસસ્થાન બહાર મોટી સંખ્યામાં શરણાર્થીઓ ઉમટી પડ્યાં હતા. તેમજ તેમની સામે […]

કેન્સરની નકલી દવા બનાવવાના રેકેટનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં નકલી દવાના કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચે નકલી દવા બનાવીને સપ્લાય કરનારી આંતરરાષ્ટ્રીય ટોળકીને ઝડપી લીધી હતી. પોલીસે સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દિલ્હીની જાણીતી કેન્સર હોસ્પિટલના બે કર્મચારીઓને પણ પકડી લેવામાં આવ્યાં છે. આરોપીઓ કેન્સરનું રૂ. 1.96 લાખની કિંમતના ઈન્જેક્શનમાં નકલી […]

20 ફ્લાઈઓવર, 3.6 કિ.મી. લાંબી સુરંગ, એફિલ ટાવરથી 30 ગણું વધુ સ્ટીલ: જાણો દ્વારકા એક્સપ્રેસ-વેની ખાસિયત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે. આ દેશમાં પોતાના પ્રકારનો પહેલો એલિવેટેડ 8 લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે લગભગ 9 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. હરિયાણાના ગુરુગ્રામમાં ખેડકી દૌલા ટોલ પ્લાઝા પાસેથી દિલ્હીના મહિપાલપુર સુધી આવનારા દ્વારકા એક્સપ્રેસ વેનું પીએમ મોદીએ ઉદ્ઘાટન […]

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કાર્યાલય ખાલી કરવા માટે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે જ સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પાર્ટીને પોતાની ઓફિસ ખાલી કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15મી જૂન સુધીનો સમય આપ્યો છે. આમ આદમી પાર્ટીની સામે ફરિયાદ કરી હતી કે, તેમની ઓફિસ રાઉજ રેવન્યુ કોર્ટની સંપાદીત જમીન ઉપર બનાવાયું છે. આ મામલે હાઈકોર્ટે […]

દિલ્હીની કેજરિવાલ સરકારે વિધાનસભામાં 76 હજાર કરોડનું બજેટ રજુ કર્યું

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાર સરકારના નાણા મંત્રી આતિશીએ આજે વિધાનસભામાં 10મું બજેટ રજુ કર્યું હતું. દિલ્હી સરકારનું આગામી નાણાકીય વર્ષનું બજેટ રૂ. 76 હજાર કરોડનું હોવાનું જાણવા મળે છે. નાણામંત્રી આતિશીએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં કેજરિવાલ સરકારે મહિલાઓ માટે કામ કર્યું છે. તેમની જરુરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. બસ સેવા, હોસ્પિટલ […]

અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, AAPએ મોદી સરકાર ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થાય તેવી શકયતાઓ ઓછી છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, આ મામલો કોર્ટમાં છે અને આગામી સુનાવણી 16 માર્ચે છે, તેમ છતાં EDએ સમન્સ મોકલ્યું હતું. દરરોજ સમન્સ મોકલવાને બદલે EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. દરમિયાન આમ આદમી પાર્ટીએ કેન્દ્રની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code