1. Home
  2. Tag "Demand"

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં 48%નો વધારો,તહેવારોની સિઝનમાં માંગમાં વધારો થતા થયો ફાયદા

મુંબઈ:તહેવારોની સીઝનની માંગને કારણે ઓક્ટોબર મહિનામાં દેશમાં વાહનોના છૂટક વેચાણમાં 48 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે.ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર્સ એસોસિએશન (FADA) એ સોમવારે આ માહિતી આપી.ઓક્ટોબરમાં વાહનોનું કુલ છૂટક વેચાણ 20,94,378 યુનિટ હતું.જે ઓક્ટોબર, 2021ના 14,18,726 યુનિટના આંકડા કરતાં 48 ટકા વધુ છે.ઑક્ટોબર 2022 માં, વાહનોની નોંધણી પ્રી-કોવિડ એટલે કે ઑક્ટોબર 2019 કરતાં આઠ ટકા […]

થોરિયાળી ડેમમાં અપુરતો પાણીનો જથ્થો, સાયલાને વખતપર જુથ યોજનાનું પાણી આપવા માગ

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના સાયલા પંથકમાં ઓછા વરસાદને લઇ ડેમમાં પાણી ન હોવાથી પીવાના પાણીની સમસ્યા ઉનાળાના આગમન પહેલા જ સર્જાવવાની શક્યતા છે. હાલ થોરિયાળી ડેમમાં 30 દિવસ જેટલું જ પાણી રહ્યું છે.આથી સરંપંચ અને ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી વખતપર જૂથ યોજના હેઠળ પાણી પૂરું પાડવા આવે તેવી માગ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. સાયલાના સરપંચ […]

નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા મોરબી અને માળિયા વિસ્તારના ખેડુતો પરેશાન

ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ખેડુતો રવિ પાકની વાવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા ખેડુતોએ આગોતરા વાવણીનું કાર્ય પૂર્ણ પણ કરી દીધી છે. જ્યારે ઘણા ખેડુતોના ખેતરોમાં ખરીફ પાક લહેરાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સિચાઈનું પાણી આવતુ નથી. જેથી આ વિસ્તારના ખેડૂતોને પાકને બચાવવા માટે મુશ્કેલી ઊભી થઇ […]

ચીનઃ સરકાર સામે પ્રજામાં વ્યાપક રોષ, અનેક વિસ્તારોમાં જિંનપિંગને હટાવવાની માંગણી સાથે બેનરો લાગ્યાં

નવી દિલ્હીઃ ચીનમાં વર્તમાન સરકાર સામે અસંતોષ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. બેઇજિંગમાં દુકાનોની બહાર અચાનક ઘણા બેનરો દેખાયા. તેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવા અને કોરોના પ્રતિબંધો ખતમ કરવા જેવા ઘણા સૂત્રો લખેલા હતા. જિનપિંગ વિરુદ્ધ આ પ્રકારના બેનરો પહેલીવાર જોવા મળ્યા છે. ચીનની રાજધાની બેઇજિંગના માર્ગો પર લાગેલા આ બેનરોનાં કેટલાંય ચિત્રો […]

પાલનપુરમાં માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટ હટાવવાની વર્ષો જુની માગણીનો કોઈ ઉકેલ આવતો નથી

પાલનપુરઃ શહેરમાં ડમ્પિંગ સાઈટ હટાવવાનો પ્રોજેક્ટ વર્ષોથી સરકારમાં ધૂળ ખાઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા ડમ્પિંગ સાઈટ હટાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ હતી. જેને સરકારે મંજૂરી આપ્યા બાદ ટેન્ડરિંગ થયું હતું. જોકે એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી નહતી. જે બાદ ફરી નવી એજન્સી માટેની દરખાસ્ત કરવામાં આવી હતી તે પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. […]

વઢવાણના ખોડુ સહિતના ગામોને નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં મળે તો મતદાનનો બહિષ્કાર કરાશે

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામ ખાતે ખેડુતોની બેઠક મળી હતી. જેમાં જો ખોડુ ગામની સીમમાં  નર્મદાના પાણી ખેડૂતોને આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે. નર્મદાના પાણી સિંચાઈ માટે આપવાની માગ ખેડુતો ઘણા સમયથી કરી રહ્યા છે. હજુ પણ આગામી સપ્તાહમાં સરકારને રજુઆત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર શહેરમાં અને તેના જિલ્લા […]

ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરીને ત્રણ મહિનામાં પૂર્ણ કરવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ રાજયમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરુ કરી ત્રણ માસમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવું જોઈએ, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્થાનિક સ્વરાજની સંખ્યાઓ અને અન્ય આર્થિક સામાજીક જગ્યાએ OBC અનામતની સમીક્ષા કરી નિર્ણય કરવો જોઈએ તેવી કોંગ્રેસે માગ કરી છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને […]

ખેડુતોના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો ભાજપને પણ રાજકીય વનવાસ ભોગવવો પડશેઃ કિસાન સંઘ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વિવિધ કર્માચારી સંગઠનો તેમજ ખેડુત સંગઠનો પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારનું નાક દબાવી રહી છે. ત્યારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ચાલી રહેલા આંદોલનને હવે ગાંધીનગરથી ગામડે ગામડે પહોંચડવાની તૈયારી થઈ રહી છે. રાજ્ય સરકાર ખેડૂતોના મુદ્દે ઝડપથી નિર્ણય નહીં […]

વિચરતી વિમુક્ત જાતિને 11 ટકા અનામત નહીં અપાય તો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની ચીમકી

ગાંધીનગરઃ રાજ્યમા વસવાટ કરતી વિચરતી વિમુક્ત જાતિ દ્વારા ગાંધીનગરમાં મહાસંમેલનનુ આયોજન કરાયુ હતું. સેક્ટર 11 સ્થિત રામકથા મેદાન ખાતે સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વિચરતી વિમુક્તિ જનજાતિ (NT /DNT) એ ભાજપ સરકાર સામે પડતર માંગો પુરી કરવાનું 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. વિચરતી વિમુકત જાતિએ 11 ટકા અલગ અનામત આપવાની પ્રબળ માંગણી કરી […]

ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને લીધે નુકશાનનો સર્વે ક્યારે?, દાંતીવાડા ડેમએ 591 ફૂટની સપાટી વટાવી

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. સારા વસાદને કારણે બનાસનદીમાં પૂર આવતા દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી 591 ફુટને વટાવી ગઈ છે. દરમિયાન ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં તાલુકાના વરણ ગામે પણ ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code