1. Home
  2. Tag "Department of Health"

આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર માસ સુધી ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ

અમદાવાદઃ રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ, ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ […]

બિહારના ઐરંગાબાદમાં લૂનો કહેર, 12 લોકોનાં મોત અને 35થી વધારે સારવાર હેઠળ

પટણાઃ ઉત્તરભારત સહિત રાજ્યના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી જનજીવનને વ્યાપક અસર પડી છે, એટલું જ નહીં હિટવેવને પગલે અનેક લોકોની તબિયત પણ લથડી છે. બિહારના ઔરંગાબાદમાં લૂના કહેરથી 12 લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે અન્ય 35 લોકોને લૂની ગંભીર અસર થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ઉત્તર ભારતમાં અત્યારે ઘાતક […]

ભારતઃ મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું, ગાઈડલાઈન જાહેર કરાઈ

નવી દિલ્હીઃ કેરળમાં ચેપી અને જીવલેણ મંકીપોક્સ રોગનો પહેલો કેસ મળ્યા બાદ, સરકાર હરકતમાં આવી છે.  આ રોગની તપાસ માટે, પુણે સ્થિત ICMR-NIV (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ, પૂણે) એ સમગ્ર દેશમાં 15 પ્રયોગશાળાઓને પરીક્ષણ માટે તાલીમ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ મંકીપોક્સના સંચાલન માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આ મુજબ, લોકોએ વિદેશ પ્રવાસ […]

ભારતઃ 2015ની સરખામણીએ 2021માં મેલેરિયાના કેસોમાં 86.45 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ “માત્ર નિદાન અને સારવાર જ નહીં, આપણા વ્યક્તિગત અને સામુદાયિક વાતાવરણમાં સ્વચ્છતા અને મેલેરિયા સામેની આપણી સામૂહિક લડાઈમાં અને 2030 સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાના આપણા ધ્યેયને પૂર્ણ કરવા માટે મેલેરિયા નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે.” તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિશ્વ મેલેરિયા […]

ગુજરાતમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનોને હવે રેમડેસિવિર ઈન્જેકશન્સ માટે દોડાદોડ નહીં કરવી પડે

આરોગ્ય વિભાગે બજારમાં 37 હજારથી વધારે ઈન્જેકશન ઉપલબ્ધ કરાવ્યાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઈન્જેકશન સપ્લાય કરાયાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઈન્જેકશન્સની માંગમાં વધારો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. તેમજ મોટાભાગની હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ ગઈ છે. બીજી તરફ કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો રેમડેસિવિર ઈન્જેકશન્સ માટે દોડાદોડ કરી રહ્યાં છે. તેમજ રેમડેસિવિર ઈન્જેકશન્સની […]

કોરોનાનો નવો ટ્રેન્ડઃ બાળકો કોરોનાના સંક્રમણનો વધુ ભોગ બની રહ્યા છે

અમદાવાદઃ બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને તબીબો પણ ચિંતામાં મૂકાયા છે. હવે બાળકો પણ ઝડપભેરથી કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. કુમળી વયના બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. ત્યારે માતાપિતાએ ચેતી જવાની જરૂર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાળકોના માથા પર ઘાત લઈને આવી છે.ત્યારે સૌથી વધુ વડોદરામાં બાળકોમાં કોરોના સંક્રમણ જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code