1. Home
  2. Tag "devotees thronged"

સોમનાથ મંદિરમાં વૈશાખની માસિક શિવરાત્રીની મહાઆરતીમાં ભાવિકો ઉમટી પડ્યાં

વેરાવળઃ પ્રથમ જ્યોતિર્લંગ  સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. પ્રણાલિકા અનુસાર વૈશાખ માસની માસિક શિવરાત્રિ પર  સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા […]

વૈશાખી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે ભક્તો ઉમટયા

ખેડબ્રહ્મા : આજે વૈશાખ સુદ પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા હતા તેમજ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કયુઁ હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આજે વહેલી સવારથી માઁ જગદંબાના દશઁન કરવા માટે લાઈનો […]

ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પુનમે દર્શન માટે ભાવિકો મોટા સંખ્યામાં ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગરઃ આજે ચૈત્રી પુનમના દિને માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે સુપ્રસિદ્ધ ચોટિલાના ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ચૈત્રી પૂનમ વર્ષમાં આવતી સૌથી મોટી પૂનમ હોવાથી તેનું મહત્વ અનેરૂ હોય છે. ચૈત્રી પૂનમમાં હજારો માઈભક્તો પગપાળા ચાલીને માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ચોટીલા ડુંગર ટ્રસ્ટ તેમજ અનેક […]

ચૈત્રી નવરાત્રીની આજે આઠમ, અંબાજી અને પાવાગઢમાં માઈભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં

અમદાવાદઃ શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા મા જગતજનની અંબાનું ધામ અંબાજી તેમજ શક્તિપીઠ ગણાતા પાવાગઢમાં આજે ચૈત્રી નવરાત્રીની આઠમના દિને માઈભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. યાત્રાધામ અંબાજી ખાતે આસુ સુદ નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના અને વિશેષ પૂજા અર્ચનાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય  છે. […]

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિને અંબાજીમાં શ્રદ્ધાળું ઉમટી પડ્યાં, અંબેના જયઘોષ સાથે મંદિર ગુંજી ઊઠ્યુ

અંબાજીઃ માતાજીની પૂજા-અર્ચના અને ભક્તિ- શક્તિના પર્વ ગણાતા ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મા જગતજનની અંબાના ધામ અંબાજીમાં આજે  મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.  ચૈત્રી નવરાત્રી દરમિયાન દૂર દૂરથી માઈભક્તો માતાજીના દર્શનાર્થે  આવતા હોય છે. અને  મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code