1. Home
  2. Tag "devotees"

અક્ષય તૃતીયા: શ્રદ્ધાળુઓએ ગંગામાં લગાવી પવિત્ર ડૂબકી

નવી દિલ્હીઃ યાત્રાધામ હરિદ્વારમાં શુક્રવારે અક્ષય તૃતીયા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચિરંજીવી ભગવાન પરશુરામની અનેક જગ્યાએ પૂજા કરવામાં આવી હતી. દેશના અનેક પ્રાંતોના ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવીને શાશ્વત પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. સ્નાન કર્યા પછી લોકોએ દાન વગેરે કર્યું હતું. તીર્થનગરીના આશ્રમ-અખારોમાં પણ અક્ષય તૃતીયાના તહેવાર પર અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા

નવી દિલ્હીઃ આ વખતે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 15.13 લાખ  શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે GMVN ગેસ્ટ હાઉસનું બુકિંગ આઠ કરોડને વટાવી ગયું છે. પ્રવાસન મંત્રીનું કહેવું છે કે, આ વખતે ચારધામ યાત્રા અગાઉની યાત્રાનો રેકોર્ડ તોડશે. પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું હતું કે, […]

શક્તિપીઠ અંબાજીમાં આજે ચૈત્રી પુનમે શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, મંદિરના શિખરે ધજાઓ ચડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં રોજબરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. જેમાં ચૈત્રી પૂનમના માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. આજે ચૈત્રી પુનમનો દિન હોવાથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ઘણા યાત્રિકો સોમવારે અંબાજી પહોંચી ગયા છે. ચૈત્રી પૂનમના દિને મંદિરના શિખર પર ધજાઓ ચડાવાશે યાત્રાધામ અંબાજીમાં […]

રામનવમીએ ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રા નીકળી : ઠેર ઠેર ઉજવણી કરાઈ

ખેડબ્રહ્માઃ આજે મયાઁદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુગાઁવાહીની તથા માતૃશક્તિ ના સહિયારા આયોજનથી શ્રી અંબિકા માતાજી મંદિરથી બાઈક રેલી સાથે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ રેલી સમગ્ર શહેરમાં ફરીને ચાંપલપુરના ઓંકારેશ્વર મહાદેવ મંદિરે પૂણાઁહુતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી તથા તેમની ટીમ દ્રારા ચુસ્ત બંદોબસ્ત […]

રામ નવમીઃ રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું

લખનૌઃ રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાનગરી પણ આજના પાવન પર્વ પર રામમય બની છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી છે. રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. લગભગ ચાર મિનિટ સુધી રામલલાની […]

ચૈત્ર નવરાત્રીમાં જાણીતા આ મંદિરોમાં માતાજીના દર્શન કરવા ઉમટે છે લાખો શ્રદ્ધાળુઓ

નવી દિલ્હીઃ 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી અને દેવી માતાના પ્રખ્યાત મંદિરોના દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દેવી દુર્ગાના પ્રખ્યાત મંદિરો વિશે. વૈષ્ણો દેવી મંદિર જમ્મુ રાજ્યથી 61 કિમી ઉત્તરે ત્રિકુટ પર્વત પર આવેલું છે. અહીં ત્રેતાયુગની […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર ઉપરાંત અન્ય ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓની આસ્થા

રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થયો હતો. આ પછી દેશભરમાંથી કરોડો લોકો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યાં છે. રામ મંદિર તેની ભવ્યતાથી શ્રદ્ધાળુઓનું મન મોહી રહ્યું છે. પરંતુ રામ મંદિર સિવાય અહીં એવા 6 અન્ય સ્થળો છે જેનું પૌરાણિક મહત્વ છે અને તેમની ભવ્યતા પણ તમને મંત્રમુગ્ધ કરી દેશે. કનક ભવનઃ ટીકમગઢ (મધ્યપ્રદેશ)ની રાણી વૃષભાનુ […]

અયોઘ્યા: ભક્તો ભગવાન શ્રી રામજીની સાથે મહર્ષિ વાલ્મિકીજી, માતા શબરી, દેવી અહિલ્યાજીના દર્શન કરી શકશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય  મંદિરમાં ભગવાન શ્રી રામજીની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાના મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. મુખ્ય મંદિર અને ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામજી બિરાજમાન થશે. અહીં મંદિરમાં ઋષિ-મુનિયોના પણ દર્શન થશે. મુખ્ય રામ મંદિર ઉપરાંત સાત અન્ય દેવી-દેવતાઓના મંદિર બનાવવામાં આવી રહ્યાં છે. મુખ્ય મંદિર થોડા અંતરે આધ્યાત્મિક રુપે મહત્વપૂર્ણ મંદિરોને જગ્યા અપાઈ છે. […]

અયોધ્યામાં ભક્તો તા. 23મી જાન્યુ.થી ભગવાન શ્રી રામજીના દર્શન કરી શકશે, દર્શનાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ મંદિરના ઉદ્ઘાટનના બીજા જ દિવસે 23 જાન્યુઆરીથી લોકોને ભગવાન રામના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. અયોધ્યામાં અચાનક મોટી ભીડથી બચવા માટે અલગ-અલગ રાજ્યોના લોકોને અલગ-અલગ દિવસે મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયજીએ જણાવ્યું હતું કે, […]

કાશી વિશ્વનાથ ધામમાં બન્યો રેકોર્ડ,2 વર્ષમાં 13 કરોડ ભક્તોએ લીધી મુલાકાત

કાશી વિશ્વનાથ ધામમાં બન્યો રેકોર્ડ 2 વર્ષમાં 13 કરોડ ભક્તોએ લીધી મુલાકાત 16,000 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓનો સમાવેશ વારાણસી: છેલ્લા બે વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા છે. કાશી વિશ્વનાથ ધામમાં ભક્તો માટે સુલભતા અને સુવિધાઓ વધારવા માટે યોગી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પરિણામે છેલ્લા બે વર્ષમાં પવિત્ર સ્થળની મુલાકાત લેતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code