સાંતલપુરના અગરિયાઓને મીઠું પકવવા માટે રણમાં પ્રવેશ ન અપાતા ધ્રાંગધ્રા ફોરેસ્ટ કચેરીએ ધરણાં
સુરેન્દ્રનગરઃ કચ્છના નાનરણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારમાં હાલ મીઠું પકવવાની સીઝન ચાલી રહી છે. રણ વિસ્તાર ઘૂડસર અભ્યાર્ણ્ય તરીકે જાહેર કરાયેલો છે. એટલે વન વિભાગની મંજુરી લેવી ફરજિયાત છે. ત્યારે પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠુ પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા ન દેવાતા અગરિયાઓએ ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે […]