1. Home
  2. Tag "Dhrangadhra"

ધ્રાંગધ્રા-સરા વચ્ચે કારાપાણાની નદીમાં કાર તણાઈ, બે લોકોને બચાવી લેવાયા,

સુરેન્દ્રનગરના ધોળી ધજા સહિત તમામ ડેમ ઓવરફ્લો, નદીઓ બેકાંઠા બનતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા, ચોટિલા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ  સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે તમામ નદીઓ બેકાંઠા બની છે. ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ પર બેઠા પુલ પરથી પાણી વહી રહ્યું હોવા છતાંયે ઘણા વાહનચાલકો જીવની પરવાહ કર્યા વિના બેઠાપુલ પરથી વાહનો હંકારતા હોય છે. ગોંડલના કોલપરી નદીમાં […]

ધ્રાંગધ્રામાં ઐતિહાસિક ઈમારતો પુરાતત્વ વિભાગની બેદરકારીને કારણે ખંઢેરે બની

ધ્રાંગધ્રાઃ શહેરમાં વર્ષો જુની અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે. આ ઈમારતો શહેરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરે છે. ત્યારે પુરાતત્વ વિભાગની બેદરકારીને કારણે શહેરની ઐતિહાસિક ઈમારતો ખંઢેર બની રહી છે. મરામતના અભાવે ઈમારતોમાંથી પથ્થરો પણ નીકળી રહ્યા છે. આ અંગે નગરપાલિકા દ્વારા પુરાતત્વ વિભાગને લેખિત રજુઆત કરવા છતાંયે મરામત માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. ધ્રાંગધ્રા […]

ધ્રાંગધ્રા: ઘુડખર અભ્યારણમાં દુલર્ભ પક્ષી-પ્રાણીઓની સંખ્યા વધી, પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો

અમદાવાદઃ ધ્રાંગધ્રા નજીક આવેલા ઘુડખર અભ્યારણમાં છેલ્લા કેટલાક વર્ષોથી દુલર્ભ પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, બીજી તરફ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી-બજાણા તેમજ ધ્રાંગધ્રા વિસ્તારને અડીને આવેલ ઘુડખર અભ્યારણમાં સમગ્ર એશિયામાં માત્ર અહીં જોવા મળતી દુર્લભ પક્ષી તેમજ પ્રાણીઓની પ્રજાતિમાં ઘુડખર મુખ્ય આકર્ષણ છે. આ વર્ષે અભયારણ્ય અધિકારીઓના […]

ધ્રાંગધ્રામાં કરોડોના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ બન્યાને 7 વર્ષ થયાં પણ હજુ ઉદ્ઘાટન કરાયું નથી

સુરેન્દ્રનગરઃ રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી નવી યોજનાઓ બનાવવામાં આવે છે. પરંતુ તંત્ર અને અધિકારીઓએની નિષ્ક્રિયતાને કારણે યોજના સાકાર થયા બાદ પણ ઉદઘાટનને અભાવે પ્રજા તેનો ઉપયોગ કરી શકતી નથી. આવો જ એક કિસ્સો ઝાલાવાડ પંથકમાં પ્રકાશમાં આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બાયપાસ રાજપર રોડ પર 7 વર્ષ પહેલાં રૂ. 3 કરોડના ખર્ચે અદ્યતન […]

ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામના લોકો પાણીના પ્રશ્ને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે

સુરેન્દ્રનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ ઘણા ગામડાંના લોકો પોતાના ગામના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે મતદાન બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે. ગામડાંના ઘણા લોકો એવું માની રહ્યા છે કે, ચૂંટણી પૂર્ણ થયા બાદ જીતેલા ઉમેદવારો પાંચ વર્ષમાં એકવાર પણ ગામડાંની મુલાકાત લેવા માટે આવતા નથી. અને ચૂંટણી ટાણે ગામના પ્રશ્નો ઉકેલવા માટે જે વાયદા કર્યા […]

ધ્રાંગધ્રામાં 300 ફુટ ઉંડા બોરવેલમાં ખાબકેલા બાળકનો ચમત્કારિક બચાવ

અમદાવાદઃ ધ્રાંગધ્રાના દૂધાપુર ગામમાં દોઢ વર્ષનો શિવમ નામનો બાળક રમતા-રમતા નજીકના બોરવેલમાં ખાબક્યો હતો. 300 ફુટ ઉંડા બોરવેલમાં લગભગ 30 ફુટના અંતરે બાળક ફસાયું હતું. જેથી પોલીસે સૈન્યની મદદથી બાળકને બચાવી લેવા કવાયત શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બાળકને સહીસલામત બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બોરવેલમાં બાળકને જીવતો બહાર કાઢવામાં તેના પરિવાર […]

ધ્રાંગધ્રાઃ નર્મદા કેનાલમાંથી ડાયરેક્ટ મશીનો મુકીને પાણી લેતા ખેડુતોની પાઈપો તોડી નંખાતા રોષ

ધ્રાંગધ્રાઃ રાજ્યમાં વરસાદના આગમનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી છે. બીજીબાજુ ઘણાબધા ખેડુતોએ કપાસ સહિતના પાકની આગોતરી વાવણી કરી દીધી છે. અને ખેડુતો નર્મદા કેનાલ પર મશીનો મુકીને પાણી ખેંચીને પિયત કરી રહ્યા છે. ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓએ એસઆરપીને સાથે રાખીને નર્મદા કેનાલ પર લગાવેલી પાઈપો તોડી નાંખતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના […]

ધ્રાંગધ્રા અને પાટડી તલુકામાં PGVCLની 35 ટીમોના દરોડા, 30 લાખની વીજ ચોરી પકડાઈ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વિવિધ વિસ્તારોમાં વીજળી ચોરી સામે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યવિસ્તાર અને પાટડી-દસાડા વિસ્તારમાં વહેલી સવારથી વિજિલન્સની 35 ટીમોએ વીજચેકિંગ કરતા 78 જેટલા વીજ કનેક્શનોમાં વીજચોરી પકડી પાડવામાં આવી હતી. .વિજિલન્સની ટીમોએ અલગ અલગ 420 જેટલા કનેશનોની તપાસ કરી 78 કનેક્શનમાં વીજચોરી ઝડપી પાડીને રૂ.30.50 […]

ઝાલાવાડના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકામાં નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની માગ ઊઠી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા યોજનાનો લાભ મળતો થયા બાદ મોટી સંખ્યામાં ખેડુતો ઉનાળુ વાવેતર કરવા લાગ્યા છે. જેમાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકામાં ખંડુતોએ ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. પરંતુ નર્મદા યોજનાનું પાણી સિંચાઈ માટે ન અપાતા ખેડુતોનો પાક બળી જવાની દહેશત ઊભી થઈ છે. ખેડુતોએ સ્થાનિક કક્ષાએ સિંચાઈનું પાણી આપવાની માગ કરી હતી […]

ધ્રાંગધ્રામાં આર્મીની મહિલાઓને રોજગારી મળે તે માટે પ્રોજેક્ટ શરૂ કરાયો

ધ્રાંગધ્રાઃ આર્મીના જવાનો દેશની રક્ષા કરવા માટે સરહદ પર ફરજ બજાવે છે. ત્યારે પરિવાર સાથે રહેતી મહિલાઓને રોજગારી મળે અને આર્થિક રીતે પગભર બને તે માટેનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ ધ્રાંગધ્રામાં શરૂ કરાયો છે. આર્મીના ઓફિસરો દ્વારા હેન્ડલુમની વસ્તુઓ બનાવાનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે કામગીરી પૂર્ણ કરવામા આવી છે. આ પ્રોજેક્ટથી આર્મી પરિવારની મહિલાઓ આત્મનિર્ભર બનીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code