સુરતના હીરા ઉદ્યોગમાં તેજી પણ કારખાનેદારોને રત્નકલાકારોની અછત નડી રહી છે
સુરતઃ શહેરમાં કોરોનાના બીજા કાળની વિદાય બાદ જનજીવન રાબેતા મુજબ બનતા ઉદ્યોગ-ધંધા પણ પહેલાની જેમ ધમધમવા લાગ્યા છે. સાથે હીરા ઉદ્યોગમાં પણ તેજી આવતા રત્નકલાકારો અને હીરાના કારખાનેદારો ખૂશખૂશાલ છે. પરંતુ સુરતના હીરા ઉદ્યોગને કામદારોની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન વતન ગયેલા હીરા ઉદ્યોગના લાખો કામદારો હજુ પાછા ફર્યા […]