સરકારી કર્મચારીઓની સેવાઓનું ડિજિટાઈઝેશન, CMએ HRMS 2.0 પોર્ટલનું કર્યું ઉદઘાટન
ગાંધીનગરઃ રાજ્યમાં આજે સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને લાભ થાય તે હેતુસર ‘કર્મયોગી HRMS 2.૦: સેવા, ક્ષમતા અને વિકાસ’ પોર્ટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જી.એ.ડી. દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પોર્ટલમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓની સેવાપોથી, રજાઓ, રજા પ્રવાસ ભથ્થા, APAR, તથા પગાર સહિતની વિવિધ સેવાઓનું ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે. […]