1. Home
  2. Tag "disclosure"

કેનેડાએ અમેરિકન મીડિયાને નિજ્જર કેસ સંબંધિત માહિતી લીક કરી, ટ્રુડોના સલાહકારનો ખુલાસો

નવી દિલ્હીઃ કેનેડા સરકારના ટોચના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમણે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંબંધિત કેસની માહિતી અમેરિકન મીડિયાને લીક કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કેનેડાની સરકારને પણ આ વાતની જાણ હતી અને અમેરિકન મીડિયામાં લીક થયેલી માહિતી વિશે કેનેડાની જનતાને પણ જાણ કરવામાં આવી ન હતી. અહેવાલો અનુસાર, કેનેડાના […]

હેકર્સનો મોટો હુમલો! 995 કરોડ પાસવર્ડ લીક થયા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

સાયબર સુરક્ષાનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણીવાર સમાચાર આવે છે કે કોઈ કંપનીનો ડેટા લીક થયો છે. આવી સ્થિતિમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક થયો છે. લગભગ 995 કરોડ પાસવર્ડ લીક થયા છે. સંશોધકોના મતે આ પાસવર્ડ લીક અત્યાર સુધીનો સૌથી મોટો લીક છે. રિપોર્ટમાં […]

નીતિશ કુમાર ઈન્ડી ગઠબંધનથી કેમ દૂર થયા તે અંગે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતાએ કર્યો ખુલાસો

લખનૌઃ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના જનરલ સેક્રેટરી દીપાંકર ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમારે રામ મંદિર મામલે ભાજપા તરફી લહેર હોવાના ભયના કારણએ ઈન્ડી ગઠબંધન છોડ્યું હતું, પરંતુ  તેમનો ભય ખોટું સાબિત ઠર્યો છે. નીતીશ કુમારનો ‘ડર’ નિરાધાર સાબિત થયો છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીના પરિણામો જોયા […]

ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે ગેરકાયદે ગેમિંગ ઝોન સામે કોઈ પગલાં લીધાં નથીઃ સિટના રિપોર્ટમાં ખુલાસો

અમદાવાદઃ રાજકોટ શહેરમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ થયેલા અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. આ SITનો રિપોર્ટ આજે સરકારને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓના […]

ગુજરાત-રાજસ્થાનમાં 4 ડ્રગ મેન્યુફેક્ચરિંગ લેબનો ખુલાસો, 230 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદઃ ગુજરાત એટીએસ અને એનસીબની ટીમોએ ગુજરાત તથા રાજસ્થાનમાં ચાર સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. ડ્રગ્સની દાણચોરી સામેની ઝુંબેશના ભાગરૂપે, જાલોરના ભીનમાલ અને જોધપુરના ઓસિયન અને ગુજરાતના ગાંધીનગર અને અમરેલીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ 13 જેટલા આરોપીઓની અટકાયચત કરીને આગવી ઢબે પૂરછપરછ કરવામાં આવી છે. તેમની પૂછપરછના આધારે હવે ગેંગના મુખ્ય નેતાની શોધ કરવામાં […]

માફિયા મુખ્તાર અંસારીનું મોત ઝેરથી નહીં પરંતુ હાર્ટ એટેકથી થયું, વિસેરા પરીક્ષણમાં ઘટસ્ફોટ

લખનૌઃ માફિયા મુખ્તાર અંસારીને જેલમાં ઝેર આપવાનો મામલો થાળે પડે તેમ લાગી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્તારનો વિસેરા ટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. જેને ન્યાયિક તપાસ ટીમને મોકલી આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થઈ નથી. જેલવાસ ભોગવતા મુખ્તાર અંસારીના અવસાન બાદ પરિવારજનો અને તેમના સમર્થકોએ ગંભીર આક્ષેપ […]

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફની અંગત અદાવતમાં હત્યા થયાનો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કુખ્યાત આતંકવાદી શાહિદ લતીફની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. લતીફ 2016માં ભારતમાં પઠાણકોટ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદને સિયાલકોટમાં ઠાર મારવામાં આવ્યો હતો. મોટરસાઇકલ પર સવાર બે લોકોએ તેની હત્યા કરી હતી. ગુંજરાવલાનો રહેવાસી લતીફ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. જો કે, લતીફની હત્યા જમીન વિવાદમાં […]

ઈન્દોરમાં શંકાસ્પદ આતંકવાદી ઝબ્બે, પાકિસ્તાનમાં આતંકી તાલિમ લીધાનો ખુલાસો

ભોપાલઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના એલર્ટ બાદ ઈન્દોર પોલીસે શંકાસ્પદ આતંકવાદી સરફરાઝ મેમણની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈ એટીએસની ટીમ પણ સરફરાઝની પૂછપરછ કરવા ઈન્દોર આવશે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હોંગકોંગમાં 12 વર્ષથી રહેલો સરફરાઝ પાકિસ્તાન અને ચીનથી આતંકવાદી ટ્રેનિંગ લઈને પરત ફર્યો છે. સરફરાઝ ભારતમાં મોટો હુમલો કરવાની […]

બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, ઈજાગ્રસ્ત યુવાનોને લઈને હુમલાખોરો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહ જિલ્લામાં ગાયની તસ્કરી મામલે બે યુવાનોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના ભરતપુરની અદાલતે બે યુવકોના અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રિંકુ સૈનીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમિયાન, રાજસ્થાનના શિક્ષણ રાજ્ય મંત્રી ઝાહિદા ખાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યું હતું. બને […]

નુપુર શર્માને સમર્થન કરનાર ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, તબલીગી જમાતની સંડોવણી ખુલી

ભોપાલઃ ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માના મહોમદ પેગંમ્બર અંગેના નિવેદનને સમર્થન આપનારા અમરાવતી ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસનીશ એજન્સી NIAએ કહ્યું કે, ઉમેશ કોલ્હેની હત્યા કરનાર વ્યક્તિ તબલીગી જમાતનો હતો. સામાજિક કાર્યકર્તા ઈરફાન ખાન અને મૌલવી મુશ્ફિક અહેમદ તેને ઉશ્કેરતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલ્હે અમરાવતીમાં પોતાનો મેડિકલ સ્ટોર ચલાવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code