ગુજરાતમાં RTOનું સર્વર 10 દિવસથી ઠપ્પ, લોકોને પડતી મુશ્કેલી, કાલથી સેવા રાબેતા મુજબ બનશે
અમદાવાદઃ ગુજરાતમાં RTOની તમામ સેવા ઓનલાઈન કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વિકસાવેલ પરિવહન પોર્ટલની સારથી એપ્લિકેશનથી સેવાઓ ઉપલબ્ધ બનતી હોવાથી પહેલા લોકોને ડ્રાઈવિંગ લાયસન્સના રિન્યુઅલ કે કોઈ કામકાજ માટે RTO કચેરી સુધીનો ધક્કો ખાવો પડતો નથી. પરંતુ છેલ્લા 10 દિવસથી સારથી એપ્લિકેશન ડેટાબેઝના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા RTOની લાયસન્સ સંબંધિત સેવાઓ પ્રભાવિત થઈ છે. […]