અમીરગઢ તાલુકાના ભટાવાસ નજીક નાળું તૂટતા ત્રણ ગામ સાથેનો સંપર્ક કપાયો
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જેમાં અમીરગઢ તાલુકામાં વિરમપુરથી ભટાવાસ જવાના રસ્તા પરનું નાળું તૂટતાં ત્રણ ગામનો સંપર્ક કપાયો છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી બનાસ નદીમાં પણ પૂર આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા તંત્ર એલર્ટ મોડમાં છે. દાંતીવાડા ડેમ 70 ટકા ભરાતા પાણી […]