વડોદરા નજીક ડૂબતા સૂરજની સેલ્ફી લેવા જતાં બે યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા,
વડોદરાઃ શહેરના છાણી ટીપી-13માં રેલવે ગરનાળા પાસે નર્મદા કેનાલ પર સાઇકલિંગ કરવા નીકળેલા ધો.11 અને 12ના બે વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં કેનાલમાં પડ્યા હતા. જેમાં એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો જ્યારે બીજાની શોધખોળ હજુ જારી છે. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના નિઝામપુરા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને ડીઆર પટેલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો દેવ […]