1. Home
  2. Tag "DRUGS"

પાકિસ્તાન નેવીએ 140 મિલિયન યુએસ ડોલરના ડ્રગ્સનું જંગી કન્સાઇનમેન્ટ ઝડપ્યું

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન નેવીએ સફળતાપૂર્વક ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો છે જેમાં નશાની ગોળીઓનો મોટો જથ્થો સામેલ છે. પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ જણાવ્યું કે, નેવીએ ઓપરેશન દરમિયાન બે હજાર કિલોગ્રામ હશીશ, 370 કિલોગ્રામ આઈસ (ક્રિસ્ટલ મેથ) અને 50 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. સેનાએ જણાવ્યું હતું કે માદક પદાર્થો ઉપરાંત, ગેરકાયદેસર ગોળીઓનો […]

એસિડિટીથી છુટકારો મેળવવા માટે દવાઓના બદલે તમે આ ખાસ પાણી પી શકો છો

એસિડિટી એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. આવી સ્થિતિમાં તમે દવાઓ લેવાને બદલે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. એસિડિટીથી રાહત મેળવવા માટે તમે અજમો અને કાળા મીઠાનું પાણી પી શકો છો. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. અજમો અને મીઠાનું પાણી બનાવવા માટે એક વાસણમાં પાણી લો અને તેમાં અડધી […]

ગુજરાતમાં ડ્રગ્સ નાબુદી અભિયાન તેજ બન્યું, સાત દિવસમાં રૂ. 836 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને ડ્રગ્સ સામે મક્કમતાથી આરપારની લડાઈ લડવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. ત્યારે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી દીધી છે. છેલ્લા એક અઠવાડીયામાં એટલે કે તા.1લી ઓગષ્ટથી તા.7મી ઓગષ્ટ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ 9 […]

દવાઓ પણ તમારું વજન વધારી શકે છે, સ્ટડીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

લાંબી બીમારીની સારવાર બાદ લોકો ઘણીવાર અચાનક જ જાડા થઈ જાય છે. રિસર્ચ મુજબ, લાંબા સમય સુધી દવા લેવાથી વજન વધે છે. કેટલીકવાર સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાતી દવાઓ પણ વજનમાં વધારો તરફ દોરી જાય છે. દરેક દવાની કેટલીક આડઅસર હોય છે. કેટલીક દવાઓ વિશે વાત કરીએ જેનો તમે વારંવાર ઉપયોગ કરો છો. ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી […]

કચ્છમાં જખૌ નજીક દરિયા કાંઠેથી BSF અને NCBના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના 9 પેકેટ મળ્યા

ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છના દરિયા કિનારેથી બીન વારસી ડ્રગ્સના પેકેટો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીકના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી બીએસએફ અને એનસીબીના જવાનોને પેટ્રોલીંગ દરમિયાન માદક પદાર્થના 9 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ પહેલા મળી આવેલા ડ્રગ્સના પેકેટ જેવા જ કુલ 10 […]

ગુજરાત ATSએ દિલ્હીથી અફઘાનિસ્તાનના ડ્રગ સ્મગલરની ધરપકડ કરી

અમદાવાદઃ ગુજરાતની ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આતંકવાદ વિરોધી ટુકડીએ દિલ્હીમાંથી એક અફઘાન નાગરિકની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ શુક્રવારે આ માહિતી આપતાં કહ્યુ હતુ કે દિલ્હીમાં એક વ્યક્તિ દ્વારા ડ્રગ્સ સપ્લાય કરવાની માહિતી ક્રાઈમ બ્રાંચના ડીસીપી  બીપી રોઝીયાને મળી હતી જેમને તે માહિતી ગુજરાત એટીએસને આપી હતી. આ પછી […]

પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને […]

ગાંધીનગર નજીક ડ્રગ્સ બનાવતી ફેકટરીનો પર્દાફાશ, 10 લોકોની અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાખારોને નાથવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ નજીક ગાંધીનગરમાંથી ડ્રગ્સ બનાવવાના રેકેટનો એટીએસ અને એનસીબીએ પર્દાફાશ કર્યો હતો. ગાંધીનગરમાંથી ઝડપાયેલી ફેક્ટરીમાંથી 25 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં 10 લોકોની અટકાયત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત […]

હવે નશાની લતથી બચાવશે આ વેક્સીન, જાણો કોણે શોધ કરી….

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞોનો અંદાજ છે કે લગભગ 2.2 કરોડ લોકોએ ડ્રગ્સનો પયોગ કર્યો હતો. જોકે યુવાનોને આનાથી મુક્ત કરવા માટે એક વેક્સીન બનાવવામાં આવી છે. આ વેક્સીનને બ્રાઝિલના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમનો દાવો છે કે આનાથી યુવાનો ના માત્ર વ્યસન છોડશે, પણ તે ફરીથી ડ્રગ્સ તરફ પણ નહીં દેખે. બ્રાઝિલના […]

ભાવનગરના સિહોરમાં ચરસ-ગાંજાના વેચાણના રેકેટનો પર્દાફાશ, એકની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબોરના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ભાવનગરના સિહોર પંથકમાંથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ શખ્સ નશીલાદ્રવ્યો લાવીને વેચાણ કરતો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિહોર પંથકના ઘાંઘળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code