હવામાનમાં હળવા દબાણને લીધે તાપમાનમાં ઘટાડો પણ શનિવારે ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે
અમદાવાદઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી આજે બુધવારે અમદાવાદ સહિત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વાતાવરણ વાદળછાંયુ બનતા લોકોએ ગરમીમાંથી છૂટકારો મેળવ્યો હતો. અમદાવાદ શહેરમાં પ્રતિ કલાક 13થી 14 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે શુક્રવાર સુધીમાં હવામાનમાં સર્જાયેલુ હળવું દબાણ ઓસરી જતાં શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં આજે બુધવારે […]