રશિયા અને યુક્રેનના યુદ્ધને લીધે રફ ડાયમંડના ભાવમાં 10 ટકા વધારાથી સુરતનો હીરા ઉદ્યાગ મુશ્કેલીમાં
સુરતઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે ભારતના શેરબજારથી લઈને નાના ઉદ્યોગોને પણ અસર થઈ રહી છે. સુરતના ટેક્સટાઈલ, ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીને પણ તેની અસર થઈ રહી છે. જો યુદ્ધ લાંબો સમય ચાલશે તો સ્થિતિ વધુ ખરાબ થશે. યુદ્ધની વિકટ પરિસ્થિતિને લીધે કાચા માલની અછતના બહાને નફાખોરી પણ શરૂ થઈ ગઈ છે. […]