1. Home
  2. Tag "DYCM NITIN PATEL"

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારોઃ DyCM નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓને પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જ વિજય રૂપાણી સરકારે મોટી રાહત આપી હતી. સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણયને કારણે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને રાહત મળશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો […]

ગુજરાતમાં વિવિધ સરકારી સહાયથી ખેડૂતનો સર્વાંગી વિકાસ કરાયોઃ નીતિન પટેલ

અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અમદાવાદના દેત્રોજ સ્થિત “કિસાન સમ્માન દિવસ” કાર્યક્રમમાં કહ્યું હતું કે, રાજ્યભરમાં કિસાન સુર્યોદય યોજનાના અસરકારક અમલીકરણ થી ખેડૂતને “નિરાંતની નીંદર” મળશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આ યોજનાના અસરકારક અમલીકરણ બાદ આજે દેત્રોજ તાલુકાના ૩૦ જેટલા ગામોના ખેડૂતોને આ યોજના થકી ખેતી અને સિંચાઈ  માટે દિવસે પણ વીજળી ઉપલબ્ધ થનાર છે જે […]

આણંદ વ્‍યાયામ શાળામાં સિવિલ હોસ્‍પિટલનું ટૂંક સમયમાં કરાશે ખાતમુહૂર્તઃ નીતિન પટેલ

અમદાવાદઃ રાજયના નાયબ મુખ્‍ય મંત્રી નીતિન પટેલે મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા રાજય સરકાર સંકલ્‍પબધ્‍ધ હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં નારી શકિતના સન્‍માન અને તેમની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરવા રાજય સરકારે અનેક કલ્‍યાણકારી પગલાં લીધાં છે. ગુજરાત સરકારે રાજયની મહિલાઓને સામર્થ્‍યવાન બનાવવા આર્થિક સશકિતકરણ માટે અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓ બનાવીને જે કામો કરવામાં આવ્‍યા છે તે […]

ગુજરાતઃ રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની પુનઃરચના

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની પુન:રચના કરવામાં આવી છે. રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિ અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ, રાહત તથા અત્યાચારનો ભોગ બનેલને પૂરી પાડેલ પુન:વસન સુવિધાઓની સમીક્ષા, અધિનિયમ હેઠળના કેસોની કાર્યવાહી, અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ માટે જવાબદાર વિવિધ સમિતિઓની-અધિકારીઓની ભૂમિકા તથા રાજ્ય સરકારને મળેલ વિવિધ અહેવાલોની સમીક્ષા કરશે. આ સમિતિ વિવિધ […]

ગુજરાતના આ હાઈવે પર હવે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાસે નહીં વસુલાય ટોલ ટેક્સ

અમદાવાદઃ વાસદ-તારાપુર-બગોદરા હાઈવે ઉપર હવે ટુ વ્હીલર અને ફોર વ્હિલર વાહનો પાસેથી ટોલ ટેક્સ વસુલવામાં નહીં આવે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાઈવેના નિરીક્ષણ દરમિયાન આ જાહેરાત કરતા હાઈવે ઉપરથી પસાર થતા હજારો વાહનોના ચાલકેનો ફાયદો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મધ્ય ગુજરાતના આ હાઈવે ઉપર માત્ર માલવાહન ટ્રકો, ટ્રેલર સહિતના હેવી વાહનો પાસેથી જ […]

કોરોના સંકટઃ રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19 કુલ 2.53 કરોડ ટેસ્ટ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની કવાયત કરવામાં આવી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં વિવિધ વિસ્તારમાં સ્થાનિક તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે. દરમિયાન અત્યાર સુધીમાં કોવિડ-19ને લઈને લગભગ 2.53 કરોડ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. નાયબ મુખ્યમંત્રી નીતિન […]

ગુજરાતમાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ હવે રૂ.700માં નહીં પણ રૂ.400માં કરી અપાશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત […]

કોરોના સંકટઃ બોટાદના આ ગામમાં 100 ટકા રસીકરણથી ગ્રામજનોને કરાયાં સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. કોરોના સામે માત્ર વેક્સિન જ રામબાણ ઈલાજ છે. જેથી રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 2500થી વધારે કેન્દ્રો ઉપર રસીકરણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બોટાદના અમીયાળી કસ્બાતી ગામમાં 100 ટકા રસીકરણ કરીને ગ્રામજનોને કોરોના સામે રક્ષણ પુરુ પાડવામાં આવ્યું છે. કોરોના […]

વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે: DyCM નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજય સરકાર દ્વારા વેકસિનેશન ને ખાસ પ્રાધાન્ય આપીને સમય બધ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે રાજયભરમાં અત્યાર સુધીમા 3.1 કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે અને દરરોજ ત્રણ લાખથી […]

ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશન માટે સરપંચો અને તલાટીઓની મદદ લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવના આગમન પહેલા જ સરકારે વેક્સિન ઝૂંબેસ વધારી છે. જેમાં શહેરી વિસ્તારોમાં તો વેક્સિનેશનને સારીએવી સફળતા મળી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોનાની રસી લેવાના મામલે ગ્રામીણ વિસ્તારમાં અંધશ્રદ્ધા, અજ્ઞાનતા પ્રવર્તી રહી છે પરિણામે ગ્રામીણ વિસ્તારમા રસીકરણ ની કામગીરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code