10 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતાં બિઝનેશમાં E-ઈનવોઈસ ફરજિયાત,વેપારીઓ પરેશાન
અમદાવાદઃ જીએસટીના આંટાઘૂંટીમાં હજુ પણ વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે જીએસટી વિભાગ દ્વારા 1 ઓકટોબરથી રૂ. 10 કરોડથી વધારે વાર્ષિક વેચાણ ધરાવતા હોય તેવા વેપારીઓને ઈ-ઈનવોઈસ બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી વેપારીઓને પોતાના નાણાકીય સોફ્ટવેરમાં અને માલની લેવડ દેવડમાં જરૂરી ફેરફાર કરવા પડશે. જરૂરી માર્ગદર્શિકા ડિપાર્ટમેન્ટે જાહેર ન કરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. […]