મહારાષ્ટ્રમાં શિયાળાના પ્રારંભે જ વરસાદી માહોલ, માવઠાથી તૈયાર થયેલા ખરીફ પાકને નુકશાન
મુંબઈઃ અરબી સમુદ્રમાં સર્જાયોલા લો પ્રેશરને કારણે મહારાષ્ટ્રમાં શિયાળાના પ્રારંભે જ વરસાદી માહોલ સર્જાયો છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે માવઠું થતાં તૈયાર થયેલા અને માર્કેટયાર્ડમાં પડેલા ખરીફ પાકને નુકશાન થયું હતું. ભારતીય હવામાન વિભાગના આગાહીને પગલે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. શુક્રવાર સાંજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો હતો. મુંબઈ, […]