1. Home
  2. Tag "Earthquake"

ઉત્તર ગુજરાતમાં ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતા નોંધાઈ

અમદાવાદઃ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરો-નગરોમાં ધરા ધ્રુજી હતી. લગભગ 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો. રાત્રિના સમયે આવેલા ભૂકંપને પગલે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળે છે. ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા અનુભવ્યા […]

ભૂકંપની આગાહી કરવી અશક્ય પરંતુ આ પ્રાણી જરૂરી સંકેત આપે છે

ભૂકંપ એ એક કુદરતી આફત છે જે માનવ જીવનને સંપૂર્ણપણે અસર કરી શકે છે. જો કે, ભૂકંપના આગમનની આગાહી કરવી સરળ નથી અને તેના પર સંશોધન કરતી વખતે, વૈજ્ઞાનિકોએ ઘણા ઉપાયોનું પરીક્ષણ કર્યું છે, પરંતુ શું તમે જાણો છો કે એક એવું પ્રાણી છે જે ભૂકંપના આગમનની ચોક્કસ આગાહી કરે છે. આ પ્રાણી બીજું કોઈ […]

રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

જયપુરઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાજસ્થાનના બાલોત્રામાં આજે બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બાલોત્રામાં જ નોંધાયું હતું. સદનસીબે ભૂકંપના આ આચંકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં બપોરના સુમારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.2 હતી. […]

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ધરા ધ્રુજી, લોકોમાં ભય ફેલાયો

ભૂકંપના આંચકાની તીવ્રતા 5.8 નોંધાઈ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં નોંધાયું નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી- NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર પાકિસ્તાન હતું. ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. દિલ્હી-એનસીઆર […]

સિડની નજીક 4.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

સિડનીના ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હજારો ઘરમાં વિજ પુરવઠો ખોરવાયો નવી દિલ્હીઃ શનિવારે સવારે સિડનીના ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.5 નોંધવામાં આવી હતી, જેના કારણે હજારો લોકો તેમના ઘરોની વીજળી ગુલ થઈ ગયા હતા. સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરે ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના અપર હન્ટર ક્ષેત્રમાં, સિડનીથી લગભગ 170 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં, મુસવેલબ્રુક શહેર નજીક ભૂકંપ […]

જમ્મુ કાશ્મીરના બારામુલ્લા અને લદ્દાખમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર કાશ્મીરના આ જિલ્લામાં બપોરે 12.26 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર નીચે હતું. હાલમાં આના કારણે કોઈ નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી. આજે વહેલી સવારે લદ્દાખના લેહમાં 2:02 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લેહમાં […]

અરૂણાચલ પ્રદેશમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના પૂર્વ કામેંગમાં રવિવારે સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપ આજે સવારે લગભગ 10.05 કલાકે આવ્યો હતો. તેમજ તેની તીવ્રતા લગભગ 3.8ની નોંધાઈ હતી. અરૂણાચલ પ્રદેશમાં આવેલા ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. પરંતુ સવારના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી ગયા હતા. દેશમાં […]

ઉત્તરાખંડમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બાગેશ્વર જિલ્લો હતો. તેની તીવ્રતા 2.8 રિક્ટર માપવામાં આવી છે. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારમાં જોશીમઠથી 40 કિલોમીટરના અંતરે શનિવારે લગભગ 12.14 મિનિટ 20 સેકન્ડે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સેન્ટર ફોર […]

સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભકંપનો આંચકો

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરા આજે બુધવારે ફરી એકવાર ધણધણી હતી. બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. બપોરના લગભગ 3.18 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જો કે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે ભૂકંપનો આંચકો આવ્યો હતો. બપોરના સમયે […]

મ્યાનમારમાં  4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નવી દિલ્હીઃ રવિવાર અને સોમવારની વચ્ચેની રાતે વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રવિવારે ચીનના ઝિજાંગમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય મ્યાનમારમાં પણ સવારે 2.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 4.2 નોંધવામાં આવી છે. હાલ કોઈ નુકસાનના સમાચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code