ઈકો સેન્સિટિવ ઝોન સામે વધતો જતો વિરોધ, સર્વ સમાજનું સંમેલન યોજાયું
ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢમાં થયો વિરોધ, ખાંભામાં ખેડુતોએ મામલતદારને આપ્યુ આવેદનપત્ર, તલાલામાં સર્વ સમાજના ખેડુતોનું સંમેલન યોજાયું અમદાવાદઃ કેન્દ્ર સરકારે ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થતા આ જિલ્લાઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. […]