1. Home
  2. Tag "economy"

ભારતીય અર્થતંત્ર હવે વિશ્વમાં ‘શાનદાર-5’ માં આવી ગયું: રાજનાથ સિંહ

બેંગ્લોરઃ કેરળના તિરુવનંતપુરમમાં મનોરમા ન્યૂઝ કોન્ક્લેવ 2024માં બોલતા રાજનાથ સિંહે કહ્યું, “ભારતની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ફેરફારો જોવા મળ્યા છે. 2014 પહેલા, ભારતની અર્થવ્યવસ્થા ‘ફ્રેજીલ ફાઇવ’માંની એક હતી, આજે તે વિશ્વભરમાં ‘બ્રિલિયન્ટ ફાઇવ’માંની એક તરીકે ઓળખાય છે. “ભારતીય અર્થતંત્ર આજે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બની ગઈ છે.” રાજનાથ સિંહે કહ્યું કે દેશમાં વેપારને સરળ બનાવવા માટે […]

આર્થિક અસમાનતા દુર કરવા માટે વેલ્થ ટેક્સની ભલામણ કરતો રિપોર્ટ, 10 કરોડથી વધુ સંપતિ હોવા પર 2 ટકા ટેક્સની ભલામણ

દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે વેલ્થ ટેક્સની માંગ ફરી એકવાર જોર પકડી રહી છે. આર્થિક અસમાનતા એટલે કે અમીર અને ગરીબ વચ્ચેના વધતા જતા અંતરને જોતા ઘણા સમયથી અમીર લોકો પર અલગથી ટેક્સ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે એક સંશોધને ભારતમાં અમીર લોકો પર વેલ્થ ટેક્સ લાદવાની હિમાયત કરીને ચર્ચાને ફરી તેજ […]

Good News: મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને વધાર્યું, વિકાસદરનું આકલન 6.1%થી વધારીને 6.8% કર્યું

નવી દિલ્હી: રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે 2024 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું. ડિસેમ્બર સુધી ત્રણ માસમાં ભારતની આર્થિક વૃદ્ધિ મોટાભાગના અનુમાનોથી ઘણી વધારે રહી. રોયટર્સે બે સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યુ છે કે જીડીપી ગ્રોથમાં વધારાના કારણે મુખ્ય સબસિડીમાં ભારે ઘટાડો થયો હતો. ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ભારતની જીડીપીએ ઉડાણ ભરી […]

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે FSDCની બેઠકમાં અર્થતંત્રની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) ની 28મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. નાણામંત્રીએ બેઠકમાં અર્થવ્યવસ્થાની સમીક્ષા કરી હતી. બેઠકનો ઉદ્દેશ્ય મોટા નાણાકીય જૂથોની કામગીરી પર દેખરેખ સહિત અર્થતંત્રની મેક્રો-પ્રુડેન્શિયલ દેખરેખ સુનિશ્ચિત કરવાનો હતો. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ […]

આગામી 25 વર્ષોમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય: વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પીએમ મોદીની ઘોષણા

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું બુધવારે ઉદ્ઘાટન કર્યું અને આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં સામેલ લોકોને પણ સંબોધિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં પીએમ મોદીએ કહ્યુ કે તાજેતરમાં ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે ભારત આગામી25 વર્ષના […]

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.3% વધવાની ધારણા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, IMF એ વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિની પ્રશંસા કરી છે. ફંડે તેના વાર્ષિક આર્ટિકલ IV પરામર્શ અહેવાલમાં જણાવ્યું છે કે ભારત એક સ્ટાર પરફોર્મર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકાથી વધુ યોગદાન આપવાનો અંદાજ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિવેકપૂર્ણ મેક્રો ઇકોનોમિક નીતિઓ […]

9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્ત્વપૂર્ણ યોગદાનઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વર્લ્ડ ફિશરીઝ ડે‘ નિમિત્તે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023‘ નો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતા. […]

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત

દિલ્હી : કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારના નવ વર્ષના શાસનમાં પ્રગતિ અને ઝડપી વિકાસનો નવો અધ્યાય લખવામાં આવ્યો છે. અહીં પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રીએ કહ્યું કે મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને વિશ્વની ત્રીજી […]

ઈલેક્ટ્રોનિક્સ સંબંધિત અર્થવ્યવસ્થામાં વિશ્વમાં ભારતની હાજરી વધી : કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે

નવી દિલ્હીઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન, PMO, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, પરમાણુ ઉર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇલેક્ટ્રોનિક્સ અર્થતંત્રમાં ભારતનો વૈશ્વિક પ્રભાવ વધી રહ્યો છે. તેઓ યુનિવર્સિટી ઓફ સરેની મુલાકાતે હતા, જ્યાં તેમણે સેમિકન્ડક્ટર્સ […]

કોરોનાને પગલે ચીનની અર્થવ્યવસ્થાને ગંભીર અસર, આકરા પગલાને કારણે મુશ્કેલી ઉભી થઈ

નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોવિડ-19નું ઉદભવ સ્થાન ગણાતા ચીનમાં કોરોનાને પગલે અર્થતંત્ર ખોરવાયું છે. જેના પરિણામે ચીનના આર્થિક વિકાસ દરના લક્ષ્યમાં કાપ જોવા મળી રહ્યો છે. ચીનમાં આ વર્ષ માટે સામાન્ય કહી શકાય તેવો પાંચ ટકાના આર્થિક વિકાસનો દરનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સરકારના એક વર્કિંગ રિપોર્ટ અનુસાર, નેશનલ પીપલ્સ કોંગ્રેસ એટલે કે એનપીસીએ પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code