ગુજરાતમાં 20 જિલ્લાઓ શૈક્ષણિકરીતે પછાત, સૌથી વધુ સૌરાષ્ટ્રના 7 જિલ્લાનો સમાવેશ
અમદાવાદઃ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. પણ શિક્ષણમાં હજુ પણ ગુજરાત નંબર વન બની શક્યું નથી. વિકસિત રાજ્ય ગણાતા ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ એટલે કે 61 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. ઉત્તર ગુજરાતના તમામ ચાર જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. મધ્ય ગુજરાતમાં 3 જિલ્લાઓ જ્યારે દક્ષિણમાં 5 જિલ્લાઓ શૈક્ષણિક પછાત છે. […]