ગુજરાતમાં મોઘવારી,બેરોજગારી જેવા મુદ્દાથી પ્રજાનું ધ્યાન ભટકાવવા ભાજપ પ્રયાસો કરે છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ દ્વારા મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે અમનવી તરકીબો અપનાવવામાં આવે છે. તાજેતરમાં રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દા ઉઠાવવામાં આવે છે. ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું સાશન છે. મહાનગરોમાં ભાજપની સત્તા છે. […]