1. Home
  2. Tag "ELECTION-2022"

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ દીકરા અખિલેશને જીતાડવા હવે મુલાયમસિંહ યાદવ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવ લાંબા સમયથી પ્રજાની વચ્ચે આવવાનું ટાળી રહ્યાં હતા. જો કે, દીકરા અખિલેશ યાદવને જીતાડવા માટે હવે મુલાયમસિંહ યાદવ ચૂંટણીપ્રચાર માટે મેદાનમાં આવ્યાં છે. મુલાયમસિંહ યાદવે મેનપુરીના કરહલમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત […]

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં આજે સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. સવારથી 11679 કેન્દ્રો ઉપર મતદાન થયું હતું.  વિધાનસભાની 70 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું ત્યારે એકંદગે સરેરાશ 60થી 65 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે.  ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર […]

ઉત્તરપ્રદેશમાં અગાઉની સરકારોએ પ્રજા પાસેથી લૂંટીને અપરાધીઓ અને માફિયાઓને સોંપ્યું: PM મોદી

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી (એસપી) પર પરિવારવાદી હોવાનો અને માફિયા રાજને આશ્રય આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, જો પરિવારવાદીઓનું ચાલે તો તેઓ દરેક વિસ્તારમાં ‘માફિયાગંજ’ બનાવી દેત. મોદીએ સોમવારે વિધાનસભા ચૂંટણી દરમિયાન કાનપુરના ગ્રામ્ય વિસ્તારના અકબરપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધિત કરતા […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 58 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 11 જિલ્લાની 58 બેઠકો ઉપર આજે મતદાન યોજાયું હતું. સવારે 7 વાગે કોરોનાની ગાઈડલાઈન અનુસાર મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધીમાં એકંદરે સરેરાશ 60થી 65 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. તેમજ યોગી સરકારના નવ મંત્રીઓ સહિત 623 જેટલા ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 58 બેઠકો ઉપર 2.27 કરોડ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

લખનૌઃ વસ્તીના મામલે સમગ્ર દેશમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં તા. 10મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ગુરુવારે પશ્ચિમી યુપીના 11 જિલ્લાની 58 સીટો ઉપર મતદાન થશે. મતદાન સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન કરી શકાશે. ચૂંટણીપ્રચારનો પડઘમ મંગળવારે સાંજે શાંત થયો હતો. 2.25 કરોડથી વધારે મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બીજી […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 50 હજારથી વધારે સુરક્ષા જનાનો તૈનાત રહેશે

કેન્દ્રીય અર્ધલશ્કરી દળની 412 કંપનીઓ તૈનાત દિવ્યાંગ અને સિનિયર સિટીઝ મતદારો માટે વિશેષ વ્યવસ્થા 27 કરોડ મતદારો મતદાન કરશે લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ગુરુવારે 58 બેઠકો ઉપર મતદાન યોજાશે. મતદાન શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે 11 જિલ્લાની 58 બેઠકો ઉપર લગભગ 2.27 કરોડ મતદારો […]

કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યું, સરકાર બન્યાના 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સમાજવાદીએ ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસની સરકાર બન્યાના 10 દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરવાની કોંગ્રેસે ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું ઘોષણાપત્ર ઉન્નતિ વિધાન જાહેર કર્યું હતું. કોરોના કાળમાં મૃત્યુ પામનારા કોરોના વોરિયર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવાની જાહેરાત […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે અલ્પેશને ઠાકોર સમાજ યાદ આવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય થયેલા ત્રણ યુવા નેતા  હાદિર્ક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી ફરી એકવાર ચૂંટણી પહેલાં સક્રિય થાય તેવા સંકેત મળ્યા છે. હાલ તો હાદિર્ક પટેલ કોંગ્રેસના  વર્કિગ પ્રેસિડેન્ટ છે પરંતુ તે પાર્ટીમાં સક્રિય બની શકયા નથી પરંતુ તેની સાથે જ ઉભા થયેલા ઠાકોર અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code