1. Home
  2. Tag "ELECTION 2024"

ભાજપ ટિકિટ આપે કે નહીં પણ પીલીભીતથી જ ચૂંટણી લડવાના વરુણ ગાંધીએ આપ્યા સંકેત, અખિલેશ યાદવની પાર્ટીએ પણ ખોલ્યા દરવાજા

લખનૌ: ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે આઠ બેઠકો પર લોકસભાની ચૂંટણી થવાની છે. નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ ચુકી છે. તેવામાં સૌની નજર પીલીભીત બેઠક પર મંડાયેલી છે. 2019માં આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના પુત્ર વરુણ ગાંધી ચૂંટણી જીત્યા હતા. પરતું આ વખતે ભાજપે હજી સુધી પીલીભીત […]

ચિરાગ પાસવાને હાજીપુરથી પોતાની ઉમેદવારી કરી જાહેર, પુછયું શું પારસ મોદીની 400 બેઠકોમાં બનશે અડચણ?

પટના: લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના અધ્યક્ષ ચિરાગ પાસવાન બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. લોકજનશક્તિ પાર્ટી -રામવિલાસે એક બેઠક પર પોતાના ઉમેદવારને નિર્ધારીત કરી લીધો છે. જો કે અન્ય ચાર બેઠકો પર હજી ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી નથી. તેમણે કહ્યુ છે કે એક અથવા બે દિવસોમાં અન્ય બેઠકો પર પણ ઉમેદવારોના નામનું એલાન કરવામાં […]

મેનકા ગાંધીની બેઠક પરથી ભાજપ પ્રેમ શુક્લાને ઉતારે તેવી શક્યતા, પીલીભીતમાં ગંગવાર ફાઈનલ?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ ત્રીજી યાદી પર મંથન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી બે યાદીઓમાં ભાજપે 267 ઉમેદવારોને ઘોષિત કર્યા છે. પરંતુ યુપીમાં 24 ઉમેદવારો જાહેર થવાના બાકી છે અને બિહારમાં પણ એકપણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે બંને રાજ્યોમાં મોટી […]

Lok Sabha Election 2024: નૂપુર શર્માની ભાજપમાં ફરીથી વાપસીની સંભાવના, રાયબરેલીથી ચૂંટણી લડે તેવી શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે. આ ક્રમમાં પાર્ટીઓ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી રહી છે. અહેવાલ છે કે ભાજપ નૂપુર શર્માને રાયબરેલીથી લોકસભા ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. પયગમ્બર મોહમ્મદ પર કરવામાં આવેલી ટીપ્પણીના કારણે તેઓ બે વર્ષથી ઘણાં વિવાદોમાં ઘેરાયેલા છે. વિવાદો બાદ નૂપુર શર્માને ભારતીય જનતા પાર્ટીએ બરખાસ્ત કર્યા […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાત સહિત છ રાજ્યના ગૃહ સચિવો અને પ.બંગાળના ડીજીપીને હટાવાયાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડના ગૃહ સચિવોની બદલીના આદેશ કરાયાં છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પોલીસ વડાની પણ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય. પ્રશાસનિક વિભાગના સચિવોને હટાવવામાં […]

2013 પછી કોંગ્રેસ 52 ચૂંટણી હારી, 12 પૂર્વ સીએમ સહીત 47 મોટા નેતાઓએ પાર્ટી છોડી

ભોપાલ: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાને ભોપાલમાં કોંગ્રેસને નિશાને લીધી. એક પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજસિંહ ચૌહાને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વ પર નિશાન સાધ્યુ. વિદિશા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવરાજે રાહુલ ગાંધીના નેતૃત્વ દરમિયાન કોંગ્રેસ છોડનારા પૂર્વ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓની યાદી જાહેર કરી છે તેની સાથે 2013થી જ અત્યાર સુધીમાં કોંગ્રેસે […]

19 એપ્રિલથી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી, 4 જૂને પરિણામ જાહેર થશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ભારતીય ચૂંટણી પંચે ઘોષણા કરી છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં કરાવવાનું એલાન કર્યું છે. આ સિવાય સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશ એમ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ વોટિંગ થશે.  મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સૌથી પહેલા ચૂંટણીની તારીખોનું […]

લોકસભા ચૂંટણીઃ ઈવીએમ 100 ટકા સલામત હોવાનો ચૂંટણીપંચનો દાવો

નવી દિલ્હીઃ ઈવીએમ કોઈ દિવસ હેક થયું નથી. ઈવીએમને લઈને 40 વખત કોર્ટમાં અરજી થઈ છે, તમામ વખતે આ ઈવીએમ સામેની અરજીઓ રદ કરવામાં આવી છે. હવે આવી અરજીમાં અરજદારને દંડ પણ ફટકારવામાં આવે છે. ઈવીએમ 100 ટકા સેફ છે. ઈવીએમના નંબર અને ક્યા બુથ ઉપર જશે તેની માહિતી પણ ઉમેદવારને આપવામાં આવશે. જેથી તેમાં […]

1951-52થી 2019: સ્વંતંત્રતા બાદથી અત્યાર સુધીમાં કેટલીવાર યોજાઈ લોકસભા ચૂંટણી, શું રહ્યા પરિણામ?

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ શનિવારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરી રહ્યું છે. 1952માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 17 વખત સંસદના નીચલા ગૃહની ચૂંટણી યોજાઈ ચુકી છે. હવે 18મી લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ રહ્યો છે.   1951-52ની પહેલી લોકસભા ચૂંટણી- અંગ્રેજોથી દેશની આઝાદી બાદ પહેલીવાર લોકસભા માટે 1951-52માં ચૂંટણી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રજાજોગ સંદેશ, શું કહ્યું જાણો…..

લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ પત્ર લખીને કહ્યું હતું કે, આપનો અને અમારા સાથેના સંબંધ એક દસક પુરુ થશે. મારા 140 કરોડ પરિવારજનોની સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થન સાથે જોડાયેલા આ મજબુત સંબંધ મારા માટે કેટલો વિશેષ છે તેને શબ્દોમાં લખવા મુશ્કેલ છે. મારા પરિવારજનોના જીવનમાં આવેલા સકારાત્મક બદલાવ જ છેલ્લા 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code