અમદાવાદના 28 કોર્પોરેટરોએ હજુ પંચને ચૂંટણી ખર્ચનો હિસાબ ન આપતી કાર્યવાહીનો આદેશ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામને 123થી વધુ દિવસ વિતી ગયા છતાં, શહેરના 28 કોર્પોરેટરોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રાજ્ય ચૂંટણી આયોગને રજૂ ન કરતાં કોર્પોરેટરોની અનિયમિતતા સામે આયોગે લાલ આંખ કરી છે. રાજ્ય ચૂંટણી આયોગે અમદાવાદ કલેક્ટરને ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપનારા અમદાવાદ શહેરના કોર્પોરેટરો સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યો છે. મુખ્યત્વે, ચૂંટણી ખર્ચની વિગતો […]