રાજકોટમાં ઈલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરો સમયસર પગાર ન કરાંતા હડતાળ પર ઉતર્યા
રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત ઈલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરોને એજન્સી દ્વારા છેલ્લા 6 મહિનાથી સમયસર પગાર ચુકવાતો ન હોવાથી બસનાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના 80 ફુટ રોડ પરનાં ચાજિંગ સ્ટેશનમાં બસોના થપ્પા લાગી ગયા હતા. મ્યુનિ.ના અધિકારીઓએ એજન્સી અને ડ્રાઈવરો વચ્ચે મંત્રણાઓ શરૂ કરી છે. ટુક સમયમાં પ્રશ્નનો નિવેડો લાવી દેવાશે. […]