સુરેન્દ્રનગર જિલ્લાની અડધો ડઝન પાલિકાઓના રૂ. 8685 લાખના વીજ બિલોના લેણા બાકી,
સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ-સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા તેમજ જિલ્લાની પાંચ નગરપાલિકા સહિત કૂલ 6 નગરપાલિકાઓ પર વીજતંત્ર યાને પીજીવીસીએલનું લાખો રૂપિયાનું કરજ ચડી ગયું છે. પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં લાપરવાહી દાખવનારી નગરપાલિકાના સત્તાધિશો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે પણ ગ્રાન્ટમાંથી બાકીવીજ બીલની રકમ કાપી લઈને સીધી પીજીવીસીએલમાં જમા કરાવવાની સુચના આપવામાં આવી […]