સુરતના એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં મંદીની મોકાણ, એક લાખથી વધુ લોકોની રોજગારીને અસર થશે
સુરતઃ સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ ડાયમન્ડ ઉદ્યોગની જેમ અનેકને રોજગારી આપી રહ્યા છે. જેમાં એમ્બ્રોઇડરી જોબવર્ક કરતાં કારખાના છે. ઉપરાંત ઘણાબધા લોકો પોતાના ઘરે પણ નાના મશીનો દ્વારા જોબવર્ક કરતા હોય છે. હાલ એબ્રોઈડરીમાં વ્યાપક મંદી ચાલી રહી છે. કારખાનેદારોના સરેરાશ 20-25 ટકા મશીનો બંધ થયા છે. કારખાનેદારો જોબવર્ક લેતાં પહેલા પેમેન્ટ કેટલા દિવસે આપશે તે નક્કી […]