1. Home
  2. Tag "employees"

હર ઘર તિરંગા અભિયાનમાં અંબાજી એસટી ડેપોના કર્મચારીઓ, પ્રવાસીઓ જોડાયાં

અંબાજીઃ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં હર ઘર તિરંગા  અંતર્ગત કાર્યક્રમોનું યોજાય રહ્યા છે. જેમાં અંબાજી એસ ટી ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસાફર જનતામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને સલામત સવારી એસ.ટી.અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે એવા હેતુથી અંબાજી ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઊજવણી કરવામાં આવી હતી. […]

ગુજરાતના 107 નગરપાલિકાઓની આર્થિક હાલક કફોડી, છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવી શકી નથી

ગાંધીનગરઃ રાજ્યની 107 નગરપાલિકાના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી. તમામ નગરપાલિકાઓની હાલત કફોડી બની છે, બાકી ટેક્સની રિકવરી થઈ શક્તી નથી. અને રોજબરોજના ખર્ચને પહોંચી વળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય તો જ કર્મચારીઓના પગારો થઈ શકે તેમ છે. નગરપાલિકાના સત્તાધિશોએ ત્વરિત ગ્રાન્ટ ફાળવવાની રાજ્ય સરકારને […]

કેન્દ્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને શંકાસ્પદ ઈમેલ મળતા તંત્ર દોડતું થયું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને એક શંકાસ્પદ ઈમેલ મળ્યા હતા, જે બાદ તેમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ આ મામલે તપાસની માંગ કરી હતી. વિવિધ મંત્રાલયોમાં કામ કરતા સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ (CSS) અધિકારીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં, તેઓને તેમના સત્તાવાર મેઈલ એકાઉન્ટ્સ રદ કરવામાં આવ્યા નથી તેની ખાતરી કરવા માટે એક લિંક પર ક્લિક કરવાનું […]

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રિય ધોરણે મોંધવારી ભથ્થુ જાહેર ન કરાતા અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. અને કેન્દ્ર સરકાર જ્યારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત કરે ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે 4 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું હતુ. પણ ગુજરાત સરકારે કેન્દ્રના ધોરણે હજુ […]

નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીઓ રહે સાવધાન, 5 ખતરનાક રોગોનો ખતરો

નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આખી રાત જાગતા રહેવાથી તેમને પૂરતી ઊંઘ નથી મળતી અને તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, જે ભવિષ્યમાં ગંભીર બની શકે છે. શું તમે પણ નાઇટ શિફ્ટ કરો છો, જો હા તો આજથી જ તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવાનું શરૂ કરો, કારણ કે રાત્રે કામ […]

ગુજરાતના વર્ગ-3ના કર્મચારીઓથી લઈને અધિકારીઓએ પોતાની મિલક્તો જાહેર કરવી પડશે

ગાંધીનગર: ગુજરાત સરકારના કર્મચારીઓ અને અધિકારીઓએ દર વર્ષે પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો નિયમ છે. ઘણા અધિકારીઓ પોતાની મિલક્તો જાહેર કરતા નથી. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર કરીને અધિકારીઓને પોતાની મિલકતો જાહેર કરવાની તાકીદ કરવામાં આવતી હોય છે. હવે વર્ગ-3ના કરાર આધારિત સહિત તમામ કાયમી વર્ગ-3ના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ આગામી 15મી મે સુધીમાં પોતાની સ્થાવર […]

ગાંધીનગર સચિવાયલના કર્મચારીઓએ જુની પેન્શન યોજનાની માગ સાથે સરકાર સામે માંડ્યો મોરચો

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં જુની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યભરના કર્મચારીઓ માગ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને તેની સાથે જોડાયેલા સાત જેટલા એસોશિયેશનો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કાળા કપડા પહેરી વિરોધ […]

ગાંધીનગરમાં કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે ફરીવાર ચડાવી બાંયો,

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગર સહિત વિવિધ શહેરોમાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્રો આપીને જુની પેન્શન યોજના સત્વરે લાગુ કરવાની માગ કરી હતી. ગાંધીનગરમાં બુધવારે ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસીએશન તેમજ ગુજરાત વન વિભાગના કર્મચારીઓ દ્વારા […]

સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છઠ્ઠા અને પાંચમા પગાર પંચના પૂર્વ સંશોધિત પગાર ધોરણ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE)માં કામ કરતા આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. વધેલા ડીએને 1 જુલાઈ, 2023થી લાગુ ગણવામાં આવશે. કર્મચારીઓ લાંબા સમયથી સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. કેન્દ્ર સહિત […]

દિલ્હીના સરકાર કર્મચારીઓને સીએમ કેજરીવાલની ભેટ,દરેકને 7 હજાર રૂપિયાનું બોનસ મળશે

દિલ્હી સરકારના કર્મચારીઓને 7-7 હજાર રૂપિયાનું બોનસ દિલ્હી સરકારમાં કામ કરતા ગ્રુપ બી, નોન-ગેઝેટેડ અને ગ્રુપ સીના 80 હજાર કર્મચારીઓને થશે ફાયદો   દરેક કર્મચારીને 7 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે, તેના પર 56 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે આ જાહેરાતની સાથે સીએમએ સૌને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી  દિલ્હી: દિવાળીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code