1. Home
  2. Tag "employees"

ગાંધીનગર સચિવાલયમાં ફરજ પર મોડા આવતા કર્મચારીઓને સમયસર આવવા કરાયો આદેશ

ગાંધીનગરઃ  સચિવાલય અને જુના સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ ફરજ પર કાયમ મોડા આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. વિભાગના જે તે ઉચ્ચા અધિકારીઓએ પણ તમામ કર્મચારીઓને ફરજ પર સમયસર આવવા સુચના પણ આપી હતી. એટલું નહીં હવે મંત્રીઓ પણ તેમના વિભાગની કચેરીઓની ઓચિંતી મુલાકાતો લઈ રહ્યા છે. ત્યારે ફરીવાર સરકારે તમામ કર્મચારીઓને ફરજ પર […]

ટ્વિટર બાદ હવે મેકડોનાલ્ડના કર્મચારીઓને મોટો ફટકો પડશે

દિલ્હી:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પછી, હવે ફાસ્ટ ફૂડ જાયન્ટ મેકડોનાલ્ડ્સ કેટલાક કોર્પોરેટ કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે.કંપનીના એક મેમોરેન્ડમને ટાંકીને પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.કંપની દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ક્રિસ કેમ્પ્સસ્કીએ શુક્રવારે જણાવ્યું હતું કે,અમે સંસ્થાના અમુક ભાગોમાં ભૂમિકાઓ અને કર્મચારીઓના સ્તરનું મૂલ્યાંકન કરીશું અને મુશ્કેલ ચર્ચાઓ અને […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને મહિનો વિત્યો છતાં કર્મચારીઓને મહેનતાણું મળ્યુ નથી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો પણ સંભાળી લીધા છે. તેને એક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને મહેનતાણાની રકમ મળી નથી. આ અંગે કર્મચારીઓેએ પત્ર લખીને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને દેશના ચૂંટણી પંચ સુધી ફરિયાદો કરી હતી. જે સંદર્ભે […]

ગુજરાતના કૃષિ વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ મહિનાથી પગારથી વંચિત

ગાંધીનગરઃ રાજ્યના કૃષિ વિભાગમાં ફરજ બજાવતા ફિક્સ પગારી કર્મચારીઓને છેલ્લા પાંચ મહિનાથી પગારથી વંચિત છે.  ઉપરાંત ફિક્સ પગારી જગ્યાઓ ખાલી હોવા છતાં નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. આથી હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓના માથે કામગીરીનું ભારણ વધ્યું છે અને કામ કરતા કર્મચારીઓની આર્થિક હાલત કફોડી બની છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકારનું ગઠન થતાં […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓની સળંગ નોકરી ગણવા સ્કુલ સંચાલકોની રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં  ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી કરતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ અનેક જગ્યાએ તૂટક તૂટક નોકરી કરી છે, તો આવા કર્મચારીઓની તૂટક નોકરી સળંગ ગણવામાં આવે તેવી શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ સમક્ષ રજુઆત કરી છે. અને આવા કર્મચારીએની સળંગ નોકરી ગણવામાં આવે તો સ્કૂલને અનુભવી શિક્ષક અને સ્ટાફ મળી રહેશે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ […]

દિવાળીને લીધે એસટી નિગમના કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર 10 દિવસ વહેલો ચુકવાશે

અમદાવાદઃ ઓક્ટોબર મહિનામાં 22મીથી 25મી દરમિયાન દિવાળીના તહેવારો છે, એટલે કે મહિનાના અંતમાં દિવાળીના તહેવારો આવતા હોવાથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 20મી ઓક્ટોબરે પગાર આપવાનો નિર્ણય લેવાયા બાદ હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર (એસટી)ના કર્મચારીઓને પણ ઓક્ટોબરનો પગાર 10 દિવસ વહેલા ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

AMCના કર્મચારીઓને 20મી ઓક્ટોબરે પગાર અપાશે, તબીબી, ઘરભાડા ભથ્થામાં વધારો

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ દિવાળીના પર્વને લીધે ઓકટોબર મહિનાનો પગાર 20મી ઓક્ટોબરના રોજ અપાશે. આ લાભ મ્યુનિના પેન્શનરોને પણ મળશે. દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરના રોજ ચાલુ મહિનાના અંતમાં આવતો હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો સારીરીતે દિવાળીનું પર્વ ઉજવી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર 10 દિવસ પહેલા એટલે કે 20 ઓક્ટોબરના રોજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. […]

ગાંધીનગરમાં જુની પેન્શન યોજનાની માગ સાથે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતાં 500ની અટકાયત

ગાંધીનગરઃ રાજ્યના કર્માચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અંગે લડત આરંભી હતી. પણ સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવીને કર્મચારીઓના કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવી દેતા ઘણા કર્મચારી સંગઠનોને લડત પાછી ખેંચી લીધી હતી. પરંતુ હજુ કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવા સરકાર પરદબાણ કરી રહ્યા છે. 2005 પછી ભરતી થયેલા સરકારના કર્મચારીઓને જુની પેશન યોજનાનો લાભ મળવાનો નથી, […]

રાજ્ય સરકારે આંદોલનકારી કર્મચારીઓની વધુ પાંચ માગ સ્વીકારી, મેટરનીટી લીવ 6 મહિના અપાશે

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ટાણે જ સરકારના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શરૂ કરેલા આંદોલનનું સમધાન શોધવા સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. અને મંત્રીઓ દ્વારા કર્મચારી મંડળો, યુનિયનના નેતાઓ સાથે વાટાઘાટો કરીને તેમના પ્રશ્નો ઉકેલવાની મથામણ કરવામાં આવી રહી છે. જેમાં વધુ પાંચ માગણીઓ સ્વીકારવામાં આવી છે. જોકે […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓમાં પણ પડતર પ્રશ્નો ઉકેલવા સળવળાટ જાગ્યો

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો માટે સરકારનું નાક દબાવી રહ્યા છે. હવે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કર્માચારીને પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા સળવળાટ જાગ્યો છે. પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા વિવિધ 18 પડતર પ્રશ્નો અને માગણીઓ સંદર્ભે આવેદન પાઠવ્યા બાદ 13 પ્રશ્નો અંગે યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code