1. Home
  2. Tag "entry"

ભારતની અંડર-19 ટીમમાં રાહુલ દ્રવિડનો દીકરો સમિતની એન્ટ્રી

• ઓષ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ધમાલ મચાવશે • ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સાથે 3 વન-ડે રમશે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમની ‘ધ વોલ’ કહેવાતા દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડના પુત્ર ઓલરાઉન્ડર સમિત દ્રવિડને ભારતની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સમિત ઓષ્ટ્રેલિયા સામે અગામી હોમ સીરીઝ માટે અંડર-19 ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ભારત અને ઓષ્ટ્રેલિયાની અંડર-19 […]

નેમ પ્લેટ વિવાદ બાદ હવે 2025માં યૂપીમાં યોજાનારા મહાકુંભમાં એન્ટ્રી માટે આઇડી કાર્ડ ફરજિયાત બનાવવાની ઉઠી માંગ

કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટ ફરજિયાત બનાવવાના વિવાદ બાદ હવે પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં ફરજિયાત ઓળખ કાર્ડની માંગ ઉઠી રહી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના મહાસચિવ અને જુના અખાડાના સંરક્ષક સ્વામી હરિ ગિરીજી મહારાજે માંગણી કરી છે કે મહા કુંભ મેળામાં આવતા તમામ ભક્તોને તેમની સાથે ઓળખ પત્ર લાવવાની ફરજ પાડવામાં આવે. આ માંગ અખાડા […]

ટી20 વિશ્વકપમાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, સેમિફાઈનલમાં મેળવ્યો પ્રવેશ

નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાઈ રહેલા આઈસીસી ટી20 વિશ્વકપમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાનની આગેવાનીમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનું સેમીફાઈનલ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આ રીતે ભારત સિવાય અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી […]

નીતિશકુમારના પુત્ર નિશાંતકુમારનું નામ બિહારના રાજકારણમાં હાલ ચર્ચામાં, પાર્ટીમાં સક્રિય ભૂમિકા નિભાવે તેવી ઉઠી માંગ

બિહારમાં પરિવારવાદના પ્રકરણમાં એક નવું પાનું ઉમેરાયું હોય તેમ લાગે છે. હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર અચાનક ચર્ચામાં આવી ગયા છે. સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહેતા સીએમના પુત્ર વિશે ચર્ચા છે કે તે રાજકારણના મુખ્ય પ્રવાહમાં આવી શકે છે. એટલું જ નહીં, એવી અટકળો છે કે તેઓ તેમના પિતા નીતીશ કુમારનો વારસો […]

બોલીવુડના જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાણીના દીકરાની પણ ફિલ્મ જગતમાં એન્ટ્રી

મુંબઈઃ રાજકુમાર હિરાણી બોલિવૂડના જાણીતા નિર્દેશકોમાંથી એક છે. દર્શકો તેમની દરેક ફિલ્મને ખૂબ પસંદ કરે છે. અત્યાર સુધી રાજકુમાર હિરાનીએ 3 ઈડિયટ્સ, પીકે, ડાંકી જેવી ઘણી શાનદાર ફિલ્મો આપી છે. રાજકુમાર હિરાણી મનોરંજન અને જ્ઞાનથી ભરપૂર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. અત્યાર સુધી દિગ્દર્શકોએ ઘણા કલાકારોને સ્ટાર બનાવ્યા છે. હવે તેનો દીકરો પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં […]

એશિયન ગેમ્સ 2023: ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં કર્યો પ્રવેશ

નવી દિલ્હીઃ ચીનમાં ચાલી રહેલા એશિયન ગેમ્સની વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરી રહ્યાં છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં વિવિધ રમતોમાં 86થી વધારે મેડલ જીત્યાં છે. દરમિયાન એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની સેમિ ફાઈનલમાં બાંગ્લાદેશને નવ વિકેટથી પરાજય આપીને ફાઈલમાં પ્રવેશ કર્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ […]

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી….

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના પતન બાદ શહબાઝ શરીફ પીએમ બન્યાં હતા. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પીએમ શરીફ મદદ માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની રાજકીય પાર્ટી પીએમ શરીફ સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. હવે પાકિસ્તાનના રાજકારણમાં […]

કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ હર્ષદ રિબડિયા આજે ભાજપનો ખેસ ધારણ કરશે, કોંગ્રેસે કર્યા પ્રહારો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપે ફરીવાર ભરતી મેળો શરૂ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ હવે આજે ગુરૂવારે ભાજપમાં  વિધિવત જોડાશે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકરો સાથે આવીને રિબડિયા ભાજપનો ખેસ ધારણ કરશે. દરમિયાન કોંગ્રેસ દ્વારા હર્ષદ રિબડિયા સામે પ્રહારો કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ […]

ક્રિકેટના મેદાનમાં અદાણી જૂથની એન્ટ્રી, UAE T-20 લીગની એક ફ્રેન્ચાઈઝી ખરીદી

નવી દિલ્હીઃ ભારત અને એશિયાના ટોચના ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીના અદાણી ગ્રુપે હવે ક્રિકેટના મેદાનમાં પણ પ્રવેશ કર્યો છે. ગ્રુપના સ્પોર્ટસ યુનિટ અદાણી સ્પોર્ટસલાઈનએ સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈના ફ્લેગશિપ ટી-20 ક્રિકેટ લીગમાં એક ફ્રેન્ચાઈઝી ઓપરેટ કરવા અને તેનો માલિકી હક્ક મેળવવાના અધિકાર ખરીદ્યા છે. આ ટી-20 ક્રિકેટ લીગ ભારતીય ઈવેન્ટ આઈપીએલ જેવી જ થવાની […]

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભારત દુનિયાના 63 દેશમાં પગપેસારો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી ભય ફેલાયો છે. ભારતમાં અત્યાર સુધીમાં આ નવા વેરિએન્ટના લગભગ 38 જેટલા કેસ નોંધાયાં છે. દરમિયાન ભારત સહિત દુનિયાના 63 જેટલા દેશોમાં ઓમિક્રોને પગપેસારો કર્યો હોવાનું WHOએ જણાવ્યું હતું. એટલું જ નહીં આ વેરિએન્ટની ચેપ લાગવી ગતિ જોઈને નિષ્ણાતો પણ ચિંતામાં મુકાયાં છે અને ટુંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code