રાજ્યમાં વાતાવરણમાં આવેલા પલટાંને કારણે રવિપાકમાં રોગચાળાની દહેશત
અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ બેથી ત્રણવાર કમોસમી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. તાજેતરમાં માવઠાથી પોરબંદર સહિતના જિલ્લાઓમાં જીરૂ સહિત રવિ પાકને નુકશાન થયુ હતું. જોકે ઘઉં સહિત પાકને ફાયદો થયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં માવઠાને લીધે ઉભા પાકને નુકશાન થવાની ભીતી કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. માવઠાને લઈને મોલો મચ્છીનો ઉપદ્રવ […]