1. Home
  2. Tag "Exam"

UGC NETની પરીક્ષાની જાહેરાત, 10મી ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સંબંધિત સત્તાવાર સૂચના બહાર પાડી છે. UGC NET માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. તેની પરીક્ષા 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2025 વચ્ચે યોજાશે. અરજી ફોર્મ UGC NET ugcnet.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર ભરી શકાય છે. […]

વડોદરાની એમએસ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓની એક સાથે જ પરીક્ષા લેવા વિચારણા

વડોદરાઃ એમએસ યુનિવર્સિટીમાં આ વર્ષે જીકાસ પોર્ટલના માધ્યમથી કોમન એડમિશન અપાયા બાદ હવે તમામ ફેકલ્ટીઓની એકસાથે પરીક્ષા લેવામાં આવે તેના માટે પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉપરાંત પરિણામો પણ સમયસર જાહેર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે જી-કાસના માધ્યમથી કોમન પ્રવેશ પ્રક્રિયા કરાઈ હતી જેથી અનેક સમસ્યાઓ ઉભી થઇ હતી અને વિદ્યાર્થીઓ […]

સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી થશે NEETની પુનઃપરીક્ષાની અરજીઓ પર સુનાવણી

સુપ્રીમ કોર્ટ આજે ફરીથી વિવાદાસ્પદ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2024 સંબંધિત અરજીઓની સુનાવણી કરશે. આ પરીક્ષા 5મી મેના રોજ લેવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ જે. બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ NEET સંબંધિત 40થી વધુ અરજીઓની સુનાવણી કરશે. જેમાં તેણે વિવિધ હાઈકોર્ટમાં તેની સામે પડતર કેસોને સુપ્રીમ કોર્ટમાં […]

NEET-PG પરીક્ષાની તારીખ જાહેર, 11મી ઓગસ્ટના રોજ લેવાશે પરીક્ષા

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી NEET-PG પરીક્ષાની તારીખ જાહેર કરી છે. એજન્સીએ પરીક્ષાની તારીખ 11 ઓગસ્ટ નક્કી કરી છે. એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે બે પાળીમાં હાથ ધરવામાં આવશે. NEET-PG પરીક્ષા, 23 જૂને સુનિશ્ચિત કરવામાં આવી હતી, તે UG પરીક્ષાના […]

ICAI: CA ફાઉન્ડેશનની પરીક્ષા 20 જૂનથી શરૂ થશે

CA ફાઉન્ડેશનની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઉન્ડેશન કોર્સની જૂન 2024 સત્ર માટેની પરીક્ષાઓમાં બેસવા માટે અરજી કરી હોય તેવા ઉમેદવારો માટે પ્રવેશ કાર્ડ બહાર પાડ્યા છે. CA ફાઉન્ડેશન એડમિટ કાર્ડ આજથી ડાઉનલોડ કરી શકીશું. એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ icai.org પરથી કરી શકાશે. […]

રાજકોટની ખાનગી લો કોલેજના 460 વિદ્યાર્થીઓની પરીક્ષા 15મી જુન સુધીમાં લેવા યુનિને HCનો આદેશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અડધો ડઝન જેટલી ખાનગી લો કોલેજોના એલએલએમ સેમેસ્ટર-1ના 460 જેટલા વિદ્યાર્થીઓની ગત વર્ષે પરીક્ષા લેવામાં આવી નહતી. અને એવું કારણ આપવામાં આવ્યું હતું કે, બાર કાઉન્સિલની મંજુરી લીધી ન હોવાથી પરીક્ષા લઈ શકાય નહી, આથી યુનિના નિર્ણય સામે ખાનગી કોલેજોના સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી. હાઇકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફટકાર લગાવી […]

પંચમહાલ : NEETની પરીક્ષામાં ચોરી કેસની તપાસ માટે SITની રચના

અમદાવાદઃ પંચમહાલથી સામે આવેલા NEET પરીક્ષા કૌભાંડ મામલે જિલ્લા પોલોસ વડાએ આજરોજ મોટો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. હવે આ મામલે પોલીસે બનાવેલી SIT દ્વારા તપાસ શરૂ કરવા માં આવી છે જેમાં પણ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે […]

પ્રાથમિક શાળાઓમાં 4થી એપ્રિલથી પરીક્ષાનો પ્રારંભ, 7 એપ્રિલે સ્કોલરશીપ માટે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં માર્ચ-એપ્રિલ એ પરીક્ષાની મોસમ ગણાય છે. માર્ચમાં ધોરણ 10 અને 12ની તેમજ ગુકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં  પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો કાર્યક્રમ જાહેર કરાયો છે અને તા. 4 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં  સમાન […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી વિવિધ ફેકલ્ટીઓના સ્નાતકના છેલ્લા સેમિસ્ટરની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉનાળાની ગરમી સાથે હવે પરીક્ષાની મોસમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. સ્નાતકની વિવિધ ફેકલ્ટીઓના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓનો આજથી એટલે કે 26મી માર્ચથી પ્રારંભ થશે. આ પરીક્ષા 42,437 વિદ્યાર્થીઓ 160 પરીક્ષા કેન્દ્રો પરથી આપશે.પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે 107 અધ્યાપકો સેવા આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભાની ચૂંટણીને લીધે મહિનો વહેલા પરીક્ષા લેવાઈ રહી છે. જોકે […]

ખેડૂત આંદોલનને પગલે CBSEબોર્ડ પરીક્ષા 2024 મુલતવી રાખવામાં આવી નથી, બોર્ડની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ શુક્રવારે બોર્ડની પરીક્ષાઓ 2024 મુલતવી રાખવા અંગે સોશિયલ મીડિયા પર ફરતા કરવામાં આવેલા નકલી પરિપત્ર સામે સ્પષ્ટતા જારી કરી હતી. સીબીએસઈ બોર્ડે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પત્રને નકલી અને ભ્રામક ગણાવ્યો છે અને કહ્યું છે કે, બોર્ડે આવો કોઈ નિર્ણય લીધો નથી. નકલી નોટિસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code