સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની ભરતી માટે હવે ગુજરાતી સહિત 13 ભાષામાં પરીક્ષા આપી શકાશે
નવી દિલ્હીઃ પ્રથમ વખત, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs) માં કોન્સ્ટેબલની ભરતી માટે કોન્સ્ટેબલ (GD) પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે. આ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ, 2024 દરમિયાન દેશના 128 શહેરોમાં લગભગ 48 લાખ ઉમેદવારો માટે લેવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય (MHA) એ CAPFમાં ભરતી માટે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાનું નક્કી કર્યું […]