ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને સંચાલકો સોમવારથી સરકાર સામે થાળી વગાડીને વિરોધ કરશે
અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, અને શિક્ષકો છેલ્લા કેટલાક મહિનાથી પડતર પ્રશ્નો અંગે લડત ચલાવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારે પરિણામને આધારે ગ્રાન્ટ કાપવાનો નિર્ણય પાછો ખેંચવા સહિતના પ્રશ્નો ઉકેલી દીધા છે. પરંતુ કાયમી ભરતી, સાતમા પગાર પંચના લાભ, વિદ્યાર્થીઓની સંખ્યામાં મર્યાદા, બદલી સહિતના અનેક પ્રશ્નોનું હજુ નિરાકરણ આવ્યું નથી. આથી રાજ્યભરના ગ્રાન્ટેડ શાળાઓના […]