ગુજરાતમાં પવનની દિશા બદલાતા બે ઋતુનો અનુભવ, પરોઢે ધૂમ્મસભર્યું વાતાવરણ
અમદાવાદઃ શિયાળાનો પોષ મહિનો પુરો થવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. પવનની દિશા બદલાતા વહેલી પરોઢે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, સવારે ધૂમ્મ્સને કારણે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે. […]