1. Home
  2. Tag "External Affairs Minister"

ભારત-રશિયા વચ્ચે 2030 સુધીમાં 100 બિલિયન ડોલરનો વેપાર લક્ષ્યાંક : વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ચુકવણી અને લોજિસ્ટિક્સ સંબંધિત પડકારો વચ્ચે ભારત અને રશિયા 2030 સુધીમાં અથવા તે પહેલાં $100 બિલિયનનું વેપાર લક્ષ્ય હાંસલ કરશે. જો કે તે વધુ સંતુલિત અને વધુ અનુકૂળ હોવું જરૂરી છે. વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર અને રશિયાના નાયબ પીએમ ડેનિસ માન્તુરોવ આજે વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, […]

G2G કરાર હેઠળ પ્રથમ બેચ ઇઝરાયેલ રવાના થઈઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G2G કરાર હેઠળ પ્રથમ બેચ ઇઝરાયેલ રવાના થઈ છે. નવી દિલ્હીમાં મીડિયાને બ્રીફિંગ આપતા મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેમની સલામતી પ્રત્યે સભાન છે અને તેમણે ઇઝરાયેલી સત્તાવાળાઓને તેમની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. ભારતે ઈઝરાયેલ સાથે હસ્તાક્ષર કરેલા મોબિલિટી એગ્રીમેન્ટના […]

વિદેશમંત્રી એસ.જયશંકર જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર દક્ષિણ કોરિયા અને જાપાનની 4 દિવસીય સત્તાવાર મુલાકાતે છે. વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમ 2 દિવસ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં રહેશે. આ પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી સાથે 10મી ભારત-રિપબ્લિક ઓફ કોરિયા સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ દક્ષિણ કોરિયાના ટોચના અધિકારીઓ, થિંક ટેન્ક અને ભારતીય સમુદાયને મળશે. આ બેઠકમાં […]

વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી રશિયાની પાંચ દિવસીય મુલાકાતે

વિદેશ મંત્રી એસ જયશંકર વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાના ઉદ્દેશ્ય સાથે સોમવારથી 29 ડિસેમ્બર સુધી રશિયાની પાંચ દિવસીય મુલાકાતે જશે. રવિવારે મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે,જયશંકર મોસ્કોની સાથે સેન્ટ પીટર્સબર્ગની પણ મુલાકાત લેશે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ, વેપાર, ઉર્જા, સંરક્ષણ અને કનેક્ટિવિટીના ક્ષેત્રો […]

વિદેશ મંત્રીએ રાજપીપલાની લીધી મુલાકાત,જીમ્નાસ્ટીક હોલના અપગ્રેડેશન કાર્યનું કર્યું જાત નિરિક્ષણ

નર્મદા : કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. વિદેશ મંત્રીએ તેમની મુલાકાતના બીજા દિવસે તા.૨૭મી મે, શનિવારના રોજ વહેલી સવારે રાજપીપલા સ્થિત છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની મુલાકાત કરી હતી. જ્યાં મોર્નિંગ વોક માટે આવેલા સિનિયર સિટિઝન્સ સાથે ખુલ્લા-મોકળા મને ઔપચારિક ચર્ચા કરી સ્વસ્થ જીવન […]

વિદેશ મંત્રી એસ જયશંકરે ભગવાન કૃષ્ણ અને હનુમાનજીને ગણાવ્યા મહાન રાજદ્વારી,આપી આ સલાહ

મુંબઈ:વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કુટનીતિની વ્યાખ્યા કહેતા મહાન મહાકાવ્યો, મહાભારત અને રામાયણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.પુણેમાં તેમના અંગ્રેજી પુસ્તક “ધ ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન વર્લ્ડ” ના વિમોચન માટેના એક કાર્યક્રમમાં કહ્યું કે,વિશ્વના મહાન રાજદ્વારીઓ ભગવાન કૃષ્ણ અને હનુમાન હતા.જો આપણે હનુમાનજીને જોઈએ તો, તે કુટનીતિથી પર હતા, તે મિશન સાથે આગળ […]

વિદેશ મંત્રી જયશંકર આજથી રશિયાના પ્રવાસે,યુક્રેન સંઘર્ષ પર ચર્ચા થવાની અપેક્ષા  

દિલ્હી:યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકર આજે રશિયાની બે દિવસીય મુલાકાતે જશે.તેમની મુલાકાત દરમિયાન તેઓ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને નાયબ વડાપ્રધાન ડેનિસ મંટુરોવ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.તેમની મોટાભાગની બેઠકો મંગળવારે યોજાનાર છે.વિદેશ મંત્રાલયે ગુરુવારે જયશંકરની મુલાકાત અંગે માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે રશિયાની મુલાકાત […]

યુએનજીએના વડાએ વિદેશ મંત્રી જયશંકર સાથે કરી વાતચીત,વૈશ્વિક સંસ્થામાં ભારતની ભૂમિકાને ગૌરવપૂર્ણ ગણાવી

દિલ્હી:ભારતની બે દિવસની મુલાકાતે આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સોમવારે વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર સાથે વાતચીત કરી હતી.આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં સહકાર સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.અબ્દુલ્લા શાહિદે વૈશ્વિક સંસ્થામાં ભારત દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો.તેમણે ભારતને માત્ર દક્ષિણ એશિયા માટે જ નહીં પરંતુ તમામ શાંતિ-પ્રેમાળ લોકશાહી […]

ભારતે આ વર્ષે જરૂરિયાતમંદ 23 દેશને ઘઉંની નિકાસ કરીઃ વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતો અને દુનિયાના અનેક દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, ખાદ્યસંકટની પરિસ્થિતિને જોતા નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, જરૂરિયાતમંદ દેશોને ભારત ઘઉંની નિકાસ કરી રહ્યું છે અને ચાલુ વર્ષે લગભગ […]

વિદેશમંત્રી ડો.એસ જયશંકર બ્રિટનના CDS સર નિકોલસ કાર્ટરને મળ્યા,અફ્ઘાનિસ્તાન સહીત મહત્વના મુદ્દે ચર્ચા કરી

ભારતના વિદેશમંત્રી યુનાઈટેડ કિંગડમમાં બ્રિટનના સીડીએસ સાથે કરી મુલાકાત અફ્ઘાનિસ્તાન સહીતના મુદ્દે ચર્ચા દિલ્હી :ભારત પોતાના સંબંધો વિશ્વના તમામ દેશો સાથે વધારવા માટે સકારાત્મક પ્રયાસ કરી રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ જયશંકર સતત વિદેશોનો પ્રવાસ કરી રહ્યા છે, આવામાં હવે ભારતના વિદેશમંત્રી શુક્રવારે યુકેના સીડીએસ સર નિકોલસ કાર્ટરને મળ્યા હતા. આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાન સહિત અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code